Israel Iran War/ ઈરાનનો સાઉદીની ‘અરામકો’ રિફાઈનરી પર મિસાઈલ હુમલો, 180 વિદ્યાર્થીનીઓના મોત

Iran Attacks Saudi Aramco: યુદ્ધના ત્રીજા દિવસે ઈરાને સાઉદીની રાસ તનૂરા રિફાઈનરી ફૂંકી મારી. હિઝબુલ્લાહ યુદ્ધમાં જોડાયું. ઈરાનની સ્કૂલ પર હુમલામાં 180 વિદ્યાર્થીનીઓના મોત.

Top Stories World
Iran Attacks Saudi Aramco

Iran Attacks Saudi Aramco: ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે અને પરિસ્થિતિ હવે કાબૂ બહાર જઈ રહી છે. ઈરાને આજે એક મોટું પગલું ભરતા સાઉદી અરેબિયાની સરકારી તેલ કંપની ‘સાઉદી અરામકો’ (Saudi Aramco) ની રાસ તનૂરા રિફાઈનરી પર ભીષણ હુમલો કર્યો છે. આ સાથે જ ઈરાને કતાર, બહેરીન અને UAE પર પણ બોમ્બમારો શરૂ કરી દીધો છે.

Saudi Aramco: તેલ રિફાઈનરી ભડકે બળી

ઈરાને સાઉદી અરેબિયાના રાસ તનૂરામાં આવેલી અરામકોની અત્યંત મહત્વપૂર્ણ રિફાઈનરીને નિશાન બનાવી છે, જેની ક્ષમતા રોજના અંદાજે 5.5 થી 6 લાખ બેરલ તેલ પ્રોસેસ કરવાની છે. આ હુમલાથી વૈશ્વિક સ્તરે મોટો ફટકો પડ્યો છે કારણ કે રાસ તનૂરા એ દુનિયાના સૌથી મોટા ‘ઓફશોર ઓઈલ લોડિંગ ટર્મિનલ’ માંનું એક ગણાય છે. અહીંથી જ અમેરિકા, યુરોપ અને એશિયાના મોટાભાગના દેશોમાં ક્રૂડ ઓઈલની સપ્લાય કરવામાં આવે છે, જેના કારણે આ હુમલા બાદ હવે વિશ્વભરમાં પેટ્રોલ-ડીઝલના પુરવઠા પર એક ગંભીર સંકટ સર્જાયું છે.

 “ખામેનેઈના મોતનો બદલો લઈશું”

આ યુદ્ધમાં હવે લેબનોનનું ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહ (Hezbollah) પણ સત્તાવાર રીતે જોડાઈ ગયું છે. ઈરાનના સમર્થન વાળા આ સંગઠને જાહેરાત કરી છે કે તે સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામેનેઈના મોતનો બદલો લઈ રહ્યું છે. હિઝબુલ્લાહે ઈઝરાયેલના અનેક શહેરો પર રોકેટમારો ચલાવ્યો છે.

“અમેરિકા સાથે કોઈ વાતચીત નહીં”

ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા અધિકારી અલી લારીજાનીએ મીડિયા અહેવાલોનું ખંડન કરતા સ્પષ્ટ કર્યું છે કે ઈરાન અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરશે નહીં. યુદ્ધ હવે આરપારનું રહેશે.

સ્કૂલ પર મિસાઈલ પડતા 180 વિદ્યાર્થીનીઓના મોત

બીજી તરફ, ઈઝરાયેલ અને અમેરિકાના વળતા ભીષણ હુમલામાં ઈરાનની રાજધાની તેહરાન સહિત 10 મોટા શહેરો ખરાબ રીતે તબાહ થયા છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોના કરૂણ મોત નિપજ્યા છે અને અંદાજે 740 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ યુદ્ધની સૌથી હ્રદયદ્રાવક ઘટના એક સ્કૂલ પર મિસાઈલ ખાબકવાની છે, જેમાં 180 જેટલી માસૂમ વિદ્યાર્થીનીઓના કમકમાટીભર્યા મોત થયા છે અને અન્ય 45 વિદ્યાર્થીનીઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.


આ પણ વાંચો: ઇઝરાયલી હુમલાના ડરથી લેબનોનમાં નાસભાગ, 31 લોકોના મોત, રોડ ટ્રાફિક જામ

આ પણ વાંચો:ઈરાન–ઇઝરાયલ તણાવ વચ્ચે US F-15 ફાઇટર જેટ પટકાયું

આ પણ વાંચો: ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ અહમદીનેજાદ મૃત્યુ નથી પામ્યા; ગ્લોબલ ટાઈમ્સનો મોટો દાવો