Israel Iran War: મધ્ય પૂર્વમાં આજે ત્રીજા દિવસે પણ ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલ અને અમેરિકા ઇરાન પર ભારે બોમ્બમારો કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ ઇરાન ઇઝરાયલ અને અન્ય દેશોમાં સ્થિત અમેરિકન બેઝને નિશાન બનાવી રહ્યું છે. આ સંઘર્ષ વચ્ચે, ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, કુવૈતમાં એક યુએસ એફ-15 ફાઇટર જેટ ક્રેશ (US F-15 crash) થયું છે. ક્રેશનો એક વીડિયો પણ સામે આવ્યો છે. એફ-15 ફાઇટર જેટને વિશ્વના સૌથી ઘાતક અને અદ્યતન વિમાનોમાંનું એક માનવામાં આવે છે.

US F-15 crash વીડિયો વાયરલ
ઈરાન સાથે જોડાયેલા ઘણા હેન્ડલ્સે દાવો કર્યો છે કે કુવૈતમાં ક્રેશ થયેલા યુએસ એફ-15 ફાઇટર જેટ (US F-15 crash)ને ગોળી મારી દેવામાં આવ્યું હતું. વીડિયોમાં વિમાનમાં હવામાં આગ લાગી હોય તેવું દેખાય છે. ત્યારબાદ વિમાન ક્રેશ (US F-15 crash) થતાં પહેલાં લાંબા સમય સુધી ફરતું રહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાઇલટ સુરક્ષિત છે. જોકે, યુએસ સૈન્ય કે કુવૈતી સૈન્ય બંનેએ આ સમાચારની પુષ્ટિ કરી નથી.
ઈરાનમાં લશ્કરી ઠેકાણાઓ પર અમેરિકાના હુમલા ચાલુ છે.આ હુમલાનો એક વીડિયો પણ અમેરિકન સૈન્ય દ્વારા બહાર પાડવામાં આવ્યો છે જેમાં ઈરાની લશ્કરી ઠેકાણાઓને મિસાઇલો અને બોમ્બથી નષ્ટ કરતા જોઈ શકાય છે. અમેરિકા અને ઇઝરાયલે છેલ્લા બે દિવસમાં ઈરાનની અંદર 2,000 થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો છે.
ખામેનીના કમ્પાઉન્ડ ઉપરાંત, આ હુમલાઓમાં મિસાઇલ સ્ટોર્સ, હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, નૌકાદળની મિલકતો અને મહત્વપૂર્ણ લશ્કરી માળખાને નિશાન બનાવવામાં આવ્યા છે અને આ હુમલાઓ હજુ સુધી બંધ થયા નથી. ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓ હજુ પણ ચાલુ છે અને આ ક્યારે બંધ થશે તે કહેવું મુશ્કેલ છે.
આ પણ વાંચો:આયાતુલ્લા અલીરેઝા આરાફી ઇરાનના વચગાળાના સુપ્રીમ લીડર બન્યા
આ પણ વાંચો:ઓમાન નજીક ઈરાનનો તેલ ટેન્કર પર હુમલો: 15 ભારતીયો બચ્યા; ટ્રમ્પ અને નેતન્યાહૂની ઈરાનને કડક ચેતવણી
