Not Set/ મહેબુબા મુફ્તીની મુશ્કેલીમાં થયો વધારો, 14 ધારાસભ્યો પાર્ટી છોડવા તૈયાર

જમ્મુ, જમ્મુ-કાશ્મીરમાં મહેબુબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી (પીડીપી) ના ભવિષ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે. પાર્ટીના નેતા અને ધારાસભ્ય ખુલ્લેઆમ પાર્ટી વિરોધી ગતિવીધીઓમાં સામેલ થઈ રહ્યા છે અને જાહેરમાં પાર્ટી સામે મોરચો ખોલી બેઠા છે. તે પાર્ટી નેતૃત્વ પર પરિવારને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે સમર્થન પાછુ ખેંચ્યા બાદ રાજ્યમાં […]

Top Stories India Politics

જમ્મુ,

જમ્મુ-કાશ્મીરમાં મહેબુબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી (પીડીપી) ના ભવિષ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે. પાર્ટીના નેતા અને ધારાસભ્ય ખુલ્લેઆમ પાર્ટી વિરોધી ગતિવીધીઓમાં સામેલ થઈ રહ્યા છે અને જાહેરમાં પાર્ટી સામે મોરચો ખોલી બેઠા છે. તે પાર્ટી નેતૃત્વ પર પરિવારને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટીની સરકારે સમર્થન પાછુ ખેંચ્યા બાદ રાજ્યમાં પીડીપી માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. જાદીબલથી પીડીપીના નારાજ નેતા આબિદ અંસારીએ દાવો કર્યો છે કે 14 ધારાસભ્યો પાર્ટી છોડવા માટે તૈયાર થઇ ગયા છે. શિયા નેતા ઈમરાન અંસારી રજા અને અંસારીએ ગત અઠવાડિયે પીડીપી છોડવાની જાહેરાત કરી હતી.

આપને જણાવી દઈએ કે, મહેબુબા મુફ્તીએ પોતાના ભાઈ તસદ્દુક સિદ્દીકીને પર્યટન મંત્રી બનાવ્યા હતા અને મામ સરતાજ મદનીને ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હોવા છતા ઘણા અધિકાર આપ્યા હતા. આ વાતથી ઘણા ધારાસભ્યો નારાજ હોવાનુ મનાઈ રહ્યુ છે. બારામુલાથી ધારાસભ્ય જાવિદ હુસૈન બેગે મુફ્તી પર રાજ્યમાં પોતાનુ ચલાવવાનો આરોપ લગાવ્યો હતો.

તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય પોતાના સંબંધીઓ અને સાંસદ મુજ્ફ્ફર હુસૈન બેગ પર છોડી દીધો છે. ગુલમર્ગ ધારાસભ્ય મોહમ્મદ અબ્બાસ વાનીએ પણ પરિવારવાદ અને ભ્રષ્ટાચારના આરોપ લગાવતા પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. મહેબુબાએ ગત અઠવાડિયે ઘણા ધારાસભ્યો અને પાર્ટી નેતાઓ સાથે એક-એક કરીને બેઠક કરી હતી.

પાર્ટી સુત્રના જણાવ્યા મુજબ પાર્ટીના વરીષ્ઠ નેતાઓ જેવા કે વીઆર વીરી, જીએન લોન, મોહમ્મદ ખલીલ બંદ, જહુર મીર, એણવાઈ ભટ, નૂર મોહમ્મદ ભટ, યાવર દિલાવર મીર અને અજાજ અહમદ મીરે મુફ્તીને સમર્થનનો ભરોસો અપાવ્યો છે.