National News/ મમતા બેનર્જીના પાવર ઘટાડવાના ફોર્મ્યુલાથી બાગી ધારાસભ્યો નારાજ, જૂથમાંથી અલગ થવાની આપી ચેતવણી

પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી TMC ના બાગી જૂથમાં 24 કલાકમાં જ વિખવાદ શરૂ થયો છે. ધારાસભ્યોએ મમતા બેનર્જીને(Mamata Banerjee) માત્ર સલાહકાર બનાવવાના પ્રસ્તાવનો વિરોધ કરીને તેમને જ સુપ્રીમ લીડર રાખવાની માંગ કરી છે, વાંચો રિપોર્ટ.

NATIONAL Top Stories India
Mamata Banerjee

Mamata Banerjee Supreme Leader:  પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ચાલી રહેલો આંતરિક વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. વિધાયક દળ પર નિયંત્રણ મેળવ્યાના માત્ર 24 કલાકની અંદર જ બાગી ધારાસભ્યોના જૂથમાં ભંગાણના સંકેતો દેખાઈ રહ્યા છે. ઋતબ્રત બેનર્જીના(Mamata Banerjee) નેતૃત્વવાળા આ બાગી જૂથમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. ગુરુવારે મળેલી બેઠક બાદ અનેક ધારાસભ્યોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે મમતા બેનર્જી જ તેમના સર્વોચ્ચ નેતા (Supreme Leader) રહેશે. જો મમતા બેનર્જીના અધિકારો ઓછા કરીને તેમને માત્ર મુખ્ય સલાહકાર બનાવવામાં આવશે, તો તેઓ આ બાગી જૂથમાંથી બહાર નીકળી જશે.

બાગી જૂથમાં 24 કલાકમાં જ કેમ પડી તિરાડ?

બુધવારે TMC ના 58 બાગી ધારાસભ્યોએ વિધાયક દળ પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું હતું, જે તૃણમૂલ કોંગ્રેસના 28 વર્ષના ઇતિહાસનું સૌથી મોટું આંતરિક સંકટ માનવામાં આવે છે. આ બાગી જૂથના નવનિર્વાચિત વિપક્ષના નેતા ઋતબ્રત બેનર્જીએ એક નવી વ્યૂહરચના હેઠળ મમતા બેનર્જીને પુનર્ગઠિત વિધાયક દળના ‘મુખ્ય સલાહકાર’ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઋતબ્રતનો હેતુ સામાન્ય કાર્યકર્તાઓને એવો સંદેશ આપવાનો હતો કે આ બળવો મમતા બેનર્જીની વિરુદ્ધમાં નથી. પરંતુ મમતા બેનર્જીના પાવર ઘટાડવાના આ ફોર્મ્યુલાથી બાગી જૂથનો એક મોટો હિસ્સો ભારે નારાજ થઈ ગયો છે.

ધારાસભ્યોની ખુલ્લી ચેતવણી

બાગી ધારાસભ્યો શરૂઆતથી જ કહી રહ્યા છે કે તેમની લડાઈ પાર્ટીના સ્થાપક મમતા બેનર્જીની વિરુદ્ધ નથી, પરંતુ તેઓ મમતાના ભત્રીજા અને પૂર્વ રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીના વધતા પ્રભાવ અને વિધાયક દળ પરના તેમના અધિકારોના વિરોધમાં છે.

પાંચલા બેઠકના બાગી ધારાસભ્ય ગુલશન મલ્લિકે પત્રકારો સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું, “અમને કહેવામાં આવ્યું હતું કે પાર્ટી મમતા બેનર્જીના (Mamata Banerjee) નેતૃત્વમાં જ આગળ વધશે. તેઓ માત્ર એક સલાહકાર નથી. અમે ઇચ્છીએ છીએ કે પાર્ટી સંપૂર્ણપણે તેમના નેતૃત્વમાં જ કામ કરે. જો તેમને સર્વોચ્ચ નેતા તરીકે સ્વીકારવામાં નહીં આવે, તો અમારે વિચારવું પડશે કે અમે આ બાગી જૂથમાં રહીએ કે નહીં.”

સીતઈ બેઠકના ધારાસભ્ય સંગીતા રોય બસુનિયાએ પણ મલ્લિકની વાતને ટેકો આપતા કહ્યું કે, “મમતા બેનર્જી(Mamata Banerjee) અમારા સુપ્રીમ લીડર છે અને હંમેશા રહેશે, તેઓ કોઈ સલાહકાર હોઈ શકે નહીં.” ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને મોકલેલા પત્રમાં પણ મમતા બેનર્જીને જ તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે યથાવત રાખ્યા છે.

સ્થાનિક પ્રશ્નો ઉકેલવા કમિટીની રચના

ગુરુવારે મળેલી આ બેઠકમાં બાગી ધારાસભ્યોએ માત્ર નેતૃત્વ અંગે જ ચર્ચા નહોતી કરી, પરંતુ પોતાના વિસ્તારની વહીવટી ચિંતાઓ અને પાર્ટી કાર્યકર્તાઓ સામે પેન્ડિંગ રહેલા કાનૂની કેસો અંગે પણ વાત કરી હતી. ધારાસભ્ય ગુલશન મલ્લિકે જણાવ્યું કે આ સ્થાનિક મુદ્દાઓને રાજ્ય સરકાર અને વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ ઉઠાવવા માટે એક વિશેષ કમિટી બનાવવામાં આવી છે. આ ટીમ ટૂંક સમયમાં મુખ્યમંત્રી અને ડીજીપી (DGP) ને મળીને સમસ્યાઓનું નિવારણ લાવશે.

ભાજપ સામે Mamata Banerjee ની હાર બાદ મચ્યો ઘમસાણ

તાજેતરમાં ભાજપ (BJP) સામે મળેલી ચૂંટણી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસમાં આ ઉથલપાથલ શરૂ થઈ છે. બુધવારે જ સ્પીકર દ્વારા બાગી નેતા ઋતબ્રત બેનર્જીને(Mamata Banerjee) વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવામાં આવી હતી. આ બળવાએ પાર્ટી સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચેના અંતરને સંપૂર્ણપણે ખુલ્લું પાડી દીધું છે. હવે બાગી જૂથની અંદર જ ઊભો થયેલો આ આંતરિક વિરોધાભાસ નક્કી કરશે કે આ આંદોલન માત્ર એક પ્રેશર ગ્રુપ બનીને રહી જશે કે પછી પશ્ચિમ બંગાળના રાજકારણમાં કોઈ નવી પાર્ટીનો જન્મ થશે.


આ પણ વાંચો: TMCમાં 60 વિધાનસભ્યો સાથે બળવો કરનારા ઋતાવ્રત બેનરજી અને સંદીપન સાહા કોણ છે

આ પણ વાંચો: બંગાળમાં ચૂંટણી પછીની હિંસા,બે ભાજપ, એક TMC કાર્યકર્તાઓના મોત, અનેક સ્થળોએ તોડફોડ

આ પણ વાંચો: 50 વર્ષ સુધી ભાજપ જ રહેશે”, TMC સાંસદ યુસુફ પઠાણના નિવેદનથી બંગાળ ચૂંટણીમાં મચ્યો હોબાળો