Una news/ ઉનાની ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષક સસ્પેન્ડ, વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવાના આરોપમાં પોલીસ ફરિયાદ બાદ ફરાર

ગીર સોમનાથના ઉનાની ખાપટ પ્રાથમિક શાળા (Khapat Primary School)ના શિક્ષક હરેશગિરી ગોસ્વામી વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવાના આરોપમાં સસ્પેન્ડ થયા. શિક્ષણ મંત્રીના આદેશ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ અને આરોપી ફરાર હોવાનું સામે આવ્યું.

Top Stories Gujarat Others Breaking News
Khapat Primary School:ઉનામાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સસ્પેન્ડ

Una News: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળા (Khapat Primary School)માં એક શિક્ષક સામે વિદ્યાર્થી મારફતે દારૂ મંગાવવાનો ગંભીર આરોપ સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી કરી છે. પ્રાથમિક તપાસ બાદ શિક્ષક હરેશગિરી ગુલાબગીરી ગોસ્વામીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ મામલે શાળાના આચાર્યની ફરિયાદના આધારે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદ નોંધાયા બાદ આરોપી શિક્ષક શાળામાંથી ગાયબ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

શિક્ષણ મંત્રીના આદેશ બાદ કાર્યવાહી

રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ઘટનાને ગંભીરતાથી લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO)ને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમણે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) સાથે પણ સીધી વાતચીત કરીને તપાસ ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી હોવાનું જણાવાયું છે.શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીઓની સુરક્ષા અને શાળા (Khapat Primary School)ની શિસ્ત સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ સહન કરવામાં આવશે નહીં.

 

Khapat Primary School: શું છે સમગ્ર મામલો?

માહિતી મુજબ, 20 જૂન 2026ના રોજ ખાપટ પ્રાથમિક શાળામાં ફરજ દરમિયાન શિક્ષકે ધોરણ-7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને રૂપિયા આપીને ગામમાંથી વિદેશી દારૂ મંગાવ્યો હોવાનો આરોપ છે.આ ઘટનાની જાણ થતા શાળાના આચાર્યએ તાલુકા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી હતી અને ત્યારબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો

શાળા (Khapat Primary School)ના આચાર્ય મિલનગિરી જીવનગીરી ગોસ્વામીની ફરિયાદના આધારે પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ) હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.ફરિયાદ નોંધાયા બાદ આરોપી શિક્ષક ફરાર થઈ ગયો હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

અગાઉ પણ થઈ ચૂક્યા હતા આક્ષેપ

ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સંબંધિત શિક્ષક સામે અગાઉ પણ નશાની હાલતમાં શાળાએ આવવાના આક્ષેપ થયા હતા. 4 માર્ચે પણ આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.હાલ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને આરોપી શિક્ષકને શોધવાના પ્રયાસો ચાલુ છે.

@કાર્તિક વાજા 


આ પણ વાંચો:ધો. 7ના વિદ્યાર્થીને શિક્ષકે માર્યો માર, વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરતા શિક્ષક સસ્પેન્ડ

આ પણ વાંચો:મહેસાણામાં બે ગુલ્લીબાજ શિક્ષક સસ્પેન્ડ

આ પણ વાંચો:લંપટ શિક્ષકે AMCની સ્કૂલમાં વિદ્યાર્થીનીને ખોળામાં બેસાડી કર્યા અડપલા, અન્ય બાળકીઓ સાથે પણ આવી હરકતો કરતો હતો, સસ્પેન્ડ કરાયો