Not Set/ સુરત: સ્પાઇસ જેટની ફ્લાઇટ ફરી એક વાર રદ થતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા

 સુરત, સ્પાઇસ જેટએ છેલ્લા ૨૦ દિવસથી એની સુરતની ફ્લાઈટ્સ રદ કરી છે.સ્પાઇસ જેટની ફ્લાઇટ્સ રદ થતાં જ મુસાફરોની ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.હજુ કાલે જ સુરત થી દિલ્હી જતી ફ્લાઈટ રદ કરતા સુરતના મુસાફરો  ભારે રોષ સાથે સુરતના એરપોર્ટ પર ધરણા કરવા બેઠા હતા ત્યાં આજે  ફરી એક ફ્લાઈટ રદ થતા મુસાફરોમાં રોષ […]

Gujarat
 સુરત,

સ્પાઇસ જેટએ છેલ્લા ૨૦ દિવસથી એની સુરતની ફ્લાઈટ્સ રદ કરી છે.સ્પાઇસ જેટની ફ્લાઇટ્સ રદ થતાં જ મુસાફરોની ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.હજુ કાલે જ સુરત થી દિલ્હી જતી ફ્લાઈટ રદ કરતા સુરતના મુસાફરો  ભારે રોષ સાથે સુરતના એરપોર્ટ પર ધરણા કરવા બેઠા હતા ત્યાં આજે  ફરી એક ફ્લાઈટ રદ થતા મુસાફરોમાં રોષ ફેલાયો છે.

સ્પાઈસ જેટની સવારની 7 વાગ્યાની જોધપુરની ફ્લાઈટ  રદ થઈ હતી.જેને લઈને મુસાફરોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો.અને સવારથી સાંજ સુધી તેઓ એરપોર્ટ પર અટવાઈ રહ્યા.ફ્લાઈટ રદ થવા અંગે બીજી ફ્લાઈટ અંગે મુસાફરોએ પૂછપરછ કરી તો તેમને કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો.અને સ્પાઈસ જેટના અધિકારીઓ દ્વારા તોછડાઈભર્યું વર્તન કરવામાં આવ્યું.આશરે 50થી વધુ મુસાફરો સાંજ સુધી એરપોર્ટ પર બીજી ફ્લાઈટની રાહ જોતા રહ્યા.જેમાંથી 15 જેટલા મુસાફરો સીનિયર સિટિઝન્સ પણ છે.