Accident/ વલસાડ અતુલ હાઈવે પર ઊભેલી ટ્રકમાં ઇકો કાર ઘૂસી જતા અકસ્માત

વલસાડ આરટીઓ દ્વારા રવિવારે અતુલ નજીક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નેશનલ હાઇવે 48 ઉપર ફાસ્ટ ટ્રેક ઉપર ટ્રક-ટેમ્પો જેવા વાહન ચલાવતાં ચાલકો સામે કાર્યવાહી કરવા RTO દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Gujarat Others

@ઉમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ – વલસાડ 

વલસાડ આરટીઓ દ્વારા રવિવારે અતુલ નજીક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નેશનલ હાઇવે 48 ઉપર ફાસ્ટ ટ્રેક ઉપર ટ્રક-ટેમ્પો જેવા વાહન ચલાવતાં ચાલકો સામે કાર્યવાહી કરવા RTO દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન અમદાવાદ મુંબઈ આરટીઓના કર્મચારીઓએ મુંબઇ તરફ જતી એક ટ્રકને અટકાવી ટ્રકના ડોક્યુમેન્ટ તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જે દરમિયાન પાછળથી આવતી એક કાર ચાલકનો કાર પર કાબુ ન રહેતા ધડાકાભેર અથડાવી અકસ્માત સર્જ્યો હતો. અસકામતમાં કારમાં સવાર સાત જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હતા તાત્કાલિક 108ની મદદ વડે ઇજાગ્રસ્તોને પારડી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માત થતા અલગ અને હાઇવે ઉપર આ ચેક કરતા આરટીઓના કર્મચારીઓ આ ભાગી છૂટયા હતા સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આરટીઓના ચેકીંગ ને લઇ અકસ્માત થયો હોવાનો અનેક લોકો અને વાહનચાલકો જણાવી રહ્યા હતા નેશનલ હાઈવે ઉપર સ્પીડ પર ચાલતા વાહનો અટકાવી ચેકિંગ હાથ ધરતા અકસ્માત થયો હતો જોકે કારમાં સવાર ઇસમોને 108ની ટીમની મદદ વડે તાત્કાલિક પારડીની ખાનગી હોસ્પિટલ ખસેડાતા મોટી જાનહાનિ હાલ પૂરતી ટળી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો