Not Set/ રાજ્યમાં ચારેકોર ધોધમાર વરસ્યો વરસાદ, જાણો ક્યાં કેવો પડ્યો વરસાદ

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડતા ચોતરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે.હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ ચોમાસુ ખૂબ સારી રીતે જોર પકડી ચુક્યું છે. વલસડા અને બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. જેના કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે.તો નદીઓ ગાંડીતૂર બની છે. બનાસકાંઠામાં ખેતરોમા પાણી ભરાયા હોવાની સ્થિતિ સામે આવી છે. બોટાદ રાણપુરમાં […]

Top Stories Gujarat Others

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડતા ચોતરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે.હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ ચોમાસુ ખૂબ સારી રીતે જોર પકડી ચુક્યું છે. વલસડા અને બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. જેના કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે.તો નદીઓ ગાંડીતૂર બની છે. બનાસકાંઠામાં ખેતરોમા પાણી ભરાયા હોવાની સ્થિતિ સામે આવી છે.

બોટાદ

રાણપુરમાં એક રાતમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ભારે વરસાદના પગલે રાણપુરના કેટલાક ગામ પ્રભાવિત થયા છે. અનેક સોસાયટીમાં ઘૂંટણ સુધીના પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી. તો ભાદર અને ગોમા નદીમાં નવા પાણીની આવક થઈ છે.

સુરત

સુરતના ઉમરા ગામે આવેલો મધર ઈન્ડિયા ડેમ ઓવરફ્લો થયો છે.ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ડેમ ઓવરફ્લો થયો છે. નદીમાં પાણીની આવક થતા ઓવરફ્લોની સ્થિતિ સર્જાઈ છે. સીઝનમાં મધર ઈન્ડિયા ડેમ ત્રીજી વખત ઓવરફ્લો થયો છે.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના ઝોબળલા ગામે ભારે વરસાદને કારણે નાળું તૂટી ગયું છે.નાળું ભારે વરસાદને કારણે તૂટી જતાં ગામ સંપર્ક વિહોણું બન્યું છે.ઝોબળલા,નાગનેશ, છલાળા ગામડાના લોકોની અવરજવર બંધ થઇ ગઇ છે.તો ચુડા સહિત આસપાસના ગામોમમાં વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેથી લોકોએ બફારાથી આંશિક રાહત મેળવી હતી..

કચ્છ

કચ્છમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. નલિયામાં આઠ કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે.તો પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.કચ્છમાં વાદળછાયું વાતાવરણ છવાતા આગામી સમયમાં હજુ પણ મેઘો મહેરબાન થશે.

જામનગર

જામનગર જિલ્લામાં પણ સાર્વત્રિક વસાદ વરસ્યો છે.ધ્રોલ તાલુકામાં પાંચ ઈંચ, જોડિયામાં અઢી ઈંચ, તો જામનગર શહેરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.ઉપરાંત કાલાવડમાં એક ઇંચ વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.વરસાદના પગલે ઉંડ એક ડેમમાં 15 ફૂટ જેટલું નવુ પાણી આવ્યું છે.

દક્ષિણ ગુજરાત

દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે નવસારીમાં દરિયામાં માછીમારી કરવા ગયેલા બે માછીમારો લાપતા થતા તેમની શોધખોળ કરવામાં આવી.પાંચ માછીમારો માછીમારી માટે ગયા હતા.જો કે પરત ફરતી વખતે બોટ ઉંધી પડી જતા બે માછીમારો લાપતા થયા છે.જેમને કોસ્ટગાર્ડની મદદથી શોધવામાં આવી રહ્યા છે. માછીમારોને શોધવા માટે હેલિકોપ્ટરની મદદ લેવાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.