Surat News/ સુરત પૂર વચ્ચે રાજકીય ઘમાસાણ: વાયરલ વીડિયો બાદ MLA કુમાર કાનાણીના AAP પર ગંભીર આક્ષેપ

સુરતમાં પૂર દરમિયાન વાયરલ વીડિયો બાદ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી (Kumar Kanani)એ વીડિયો નિવેદન જાહેર કરી આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો કે તેમને માનસિક રીતે હેરાન કરવામાં આવ્યા અને ભાજપ વિરુદ્ધ બોલાવવા માટે લોકોને તૈયાર કરવામાં આવે છે. આક્ષેપો અંગે AAPનો સત્તાવાર જવાબ હજુ સામે આવ્યો નથી.

Top Stories Gujarat Surat Breaking News
'ભાજપ વિરુદ્ધ બોલવાની સ્ક્રિપ્ટ શીખવાડાય છે', Kumar Kananiનો મોટો દાવો

Surat News: સુરત શહેરમાં ભારે વરસાદ અને ખાડીના પૂરને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા બાદ રાજકીય માહોલ પણ ગરમાયો છે. વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી (Kumar Kanani)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેમણે વીડિયો નિવેદન જાહેર કરીને આમ આદમી પાર્ટી (AAP) પર અનેક ગંભીર આક્ષેપો કર્યા છે.

કાનાણીનો દાવો છે કે પૂર જેવી આપત્તિ દરમિયાન લોકોની મદદ કરવા કરતાં તેમને અને ભાજપને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

‘મને આખી રાત ફોન કરીને માનસિક ટોર્ચર કરાયું’: Kumar Kanani

કુમાર કાનાણી (Kumar Kanani)એ જણાવ્યું કે કેટલાક લોકોએ તેમને સતત ફોન કરીને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, આ ફોન કોલ્સનો હેતુ તેમને ગુસ્સે કરાવી કોઈ વિવાદિત નિવેદન અપાવવાનો હતો જેથી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી શકાય. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે કેટલાક લોકોને ભાજપ (BJP) વિરુદ્ધ નિવેદન આપવા માટે અગાઉથી તૈયાર કરવામાં આવે છે.

પૂરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરીનો કર્યો દાવો

ધારાસભ્યએ જણાવ્યું કે પાણી ભરાવાની માહિતી મળતાં જ તેમણે અને સુરતના મેયરે બોટની વ્યવસ્થા કરી અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક સ્થળોએ પાણીનો પ્રવાહ વધુ હોવાથી આગળ વધવું જોખમી બનતાં પરત ફરવું પડ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું. કાનાણી (Kumar Kanani)ના જણાવ્યા અનુસાર, ભાજપના કાર્યકરો પૂર દરમિયાન ફૂડ પેકેટનું વિતરણ, બચાવ કામગીરી અને બાદમાં સફાઈ અભિયાનમાં પણ જોડાયા હતા.

AAP પર રાજકીય આરોપ

કુમાર કાનાણી (Kumar Kanani)એ આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પ્રચાર કરવા માટે આયોજનબદ્ધ રીતે કામ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે થોડા લોકોને ભેગા કરીને વીડિયો બનાવવામાં આવે છે અને ભાજપ વિરુદ્ધ બોલવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

‘આ સમય રાજનીતિનો નહીં, સેવાનો છે’

તેમણે કહ્યું કે પૂર જેવી પરિસ્થિતિમાં તમામ રાજકીય પક્ષોએ લોકોની મદદ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ચૂંટણીના મુદ્દાઓ ચૂંટણી દરમિયાન ઉઠાવવા જોઈએ, જ્યારે આપત્તિના સમયમાં લોકોની સેવા પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ.

જૂની પૂર ઘટનાનો કર્યો ઉલ્લેખ

કાનાણીએ વર્ષ 2006ના સુરત પૂરનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તે સમયે પણ તેઓ લોકોની સેવા માટે સતત મેદાનમાં રહ્યા હતા. તેમણે કહ્યું કે પોતાની દીકરી પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલી હોવા છતાં તેઓ બચાવ અને રાહત કામગીરીમાં વ્યસ્ત રહ્યા હતા.


આ પણ વાંચો:PMની ‘મન કી બાત’માં સુરતના MLA કુમાર કાનાણીને લાગી ગયું ‘નિંદ્રાસન’

આ પણ વાંચો:વરાછાના ટ્રાફિક કટોકટી પર કુમાર કાનાણીનો મેયરને પત્ર , કરી આ અપીલ

આ પણ વાંચો:ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીની માંગ, ખેડૂતોનું દેવું માફ કરો