Surat News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતનું સુરતમાં જીવંત પ્રસારણ ચાલતુ હતુ. આ કાર્યક્રમમાં જનતા માટે હંમેશા જાગૃત રહેતા વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી (Kumar Kanani)કાર્યક્રમ દરમિયાન ઊંઘી ગયા હોય તેવું લાગ્યું. કાનાણીને “મન કી બાત” સાંભળતી વખતે સૂવા લાગ્યા હતા. તેઓ આગળની હરોળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી ત્રીજા સ્થાને બેઠા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલ પણ હાજર હતા. જ્યારે સીએમ ભુપેન્દ્ર પટેલ પણ સુરત આવ્યા હતા અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પીએમ મોદીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતનું લાઇવ નીહાળ્યું હતું.

સીએમની હાજરીમાં કુમાર કાનાણી સૂતા ઝડપાયા
જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવો પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમને ધ્યાનથી સાંભળી રહ્યા હતા, ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી સૂતા કેમેરામાં કેદ થયા. જ્યારે યુનિવર્સિટી હોલમાં મન કી બાત કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યો હતો, ત્યારે ત્યાં હાજર લોકો કુમાર કાનાણી (Kumar Kanani)ની ગાઢ નિદ્રા પર બડબડાટ કરવા લાગ્યા. આ ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, લોકો એ વાતની ચર્ચા કરી રહ્યા છે કે એક તરફ મુખ્યમંત્રી સતર્ક છે અને રાષ્ટ્રનો સંદેશ સાંભળી રહ્યા છે, તો બીજી તરફ તેમના જ પક્ષના ધારાસભ્યો જાહેર કાર્યક્રમોમાં નિંદ્રાધીન થઈ રહ્યા છે. ઘણાએ તો સુરત નિંદ્રાધીન થઈ ગયું હોવાનું મજાક પણ કરી હતી.

યુનિ. હોલમાં સીએમે પીએમના વિચારો સાંભળ્યા
સુરત પહોંચ્યા પછી સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “મન કી બાત” કાર્યક્રમમાં સૌપ્રથમ હાજર રહ્યા હતા. સવારે 11:00 વાગ્યે, તેમણે VNSGU ના સેમિનાર હોલમાં અન્ય મહાનુભાવો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રીનું ભાષણ લાઈવ સાંભળ્યું. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીના રાષ્ટ્રનિર્માણના વિઝનની પ્રશંસા કરી અને આ કાર્યક્રમને લોકોમાં જાગૃતિ લાવવાનું સાધન ગણાવ્યું.

સીએમે ત્રિવેણી સંગમનું ઉદ્ઘાટન કર્યુ
મન કી બાત કાર્યક્રમ પહેલા સીએમ સીધા મેળાના મેદાનમાં ગયા. અહીં તેમણે રિબન કાપીને સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો, બાગાયતી મેળો અને ફ્લાવર શોનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સીએમે જણાવ્યું હતું કે સુરત હવે માત્ર હીરા અને કાપડ માટે જ નહીં, પરંતુ સાહિત્ય અને સંસ્કૃતિ માટે પણ એક મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે.
‘નમો પેવેલિયન’ આકર્ષણનું કેન્દ્ર
પુસ્તક મેળામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત એક ભવ્ય થીમ આધારિત પેવેલિયન બનાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ આ પેવેલિયનની મુલાકાત લીધી હતી, જ્યાં પીએમ મોદી દ્વારા લખાયેલા પુસ્તકો અને તેમના સુશાસન પર સાહિત્ય પ્રદર્શિત કરવામાં આવ્યું છે. યુવાનો ખાસ રચાયેલ ‘નમો રીડિંગ કોર્નર’માં બેસીને વડા પ્રધાનના જીવનમાંથી પ્રેરણા લઈ શકે છે. આ મેળો પુસ્તક પ્રેમીઓ માટે જ્ઞાનનો ભંડાર સાબિત થશે. પુસ્તક મેળા માટે કુલ 11 મોટા ગુંબજમાં આયોજિત કરવામાં આવી રહ્યું છે, જેમાં પાંચ ગુંબજમાં 63 થી વધુ સ્ટોલ છે. મુખ્યમંત્રીએ સ્ટોલની મુલાકાત લીધી અને પ્રકાશકો સાથે વાતચીત કરી. તેમણે નવી પેઢીને મોબાઇલ ફોનથી પુસ્તકો તરફ સ્વિચ કરવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ ગણાવ્યું.
આ પણ વાંચો: વરાછાના ટ્રાફિક કટોકટી પર કુમાર કાનાણીનો મેયરને પત્ર , કરી આ અપીલ
આ પણ વાંચો: સુરતમાં રોગચાળાએ માથું ઉંચકતા કુમાર કાનાણીએ મ.ન.પા.ને લખ્યો પત્ર
આ પણ વાંચો: સુરતના ખરાબ રસ્તાઓનું તાકીદે સમારકામ કરાયઃ કુમાર કાનાણી
