Gujarat Weather: ગુજરાત (Gujarat) રાજ્યમાં હાલમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જ્યાં સવારે ગુલાબી ઠંડીનો સ્પર્શ અનુભવાઈ રહ્યો છે તો બપોર બાદ ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાતા સુકા અને ગરમ પવનોને કારણે તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે.
ગુજરાત (Gujarat) માં સવાર ઠંડી, બપોરે ગરમી
ગુજરાત (Gujarat) ના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં થોડું નીચું નોંધાયું છે. ખાસ કરીને કચ્છના નલિયામાં સૌથી ઓછું 12.5 ડિગ્રી તાપમાન નોંધાતા ઠંડીનો વધુ અહેસાસ થયો હતો. ઉપરાંત પોરબંદરમાં 16.2 ડિગ્રી, રાજકોટમાં 17.0 ડિગ્રી, કેશોદમાં 17.6 ડિગ્રી અને મહુવામાં 18.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

તેમજ ગાંધીનગરમાં 18 ડિગ્રી અને અમદાવાદમાં 18.2 ડિગ્રી તાપમાન સાથે સવારમાં હળવી ઠંડક રહી હતી, જ્યારે વડોદરા અને સુરતમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું. ભાવનગરમાં 20.1 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 21.2 ડિગ્રી તાપમાન નોંધાતા ત્યાં ઠંડીનો અસર ઓછો રહ્યો.
હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં પણ સવાર-સાંજ ઠંડક અને બપોરે ગરમી જેવી પરિસ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે, તેથી નાગરિકોને બદલાતા હવામાન વચ્ચે આરોગ્યની ખાસ કાળજી રાખવા સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ!,ખેડૂતોના પાકને જોખમ, હવામાન વિભાગની ચેતવણી
આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી,ઠંડીમાં ઘટાડો, તાપમાનમાં વધારો
આ પણ વાંચો: ગુજરાતમાં ડબલ સીઝનનો અનુભવ,નલિયામાં 11.2°C સાથે સૌથી ઓછી ઠંડી નોંધાઈ
