Gujarat Weather:ગુજરાતમાં શિયાળાના અંતિમ દિવસોમાં અચાનક વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને સૂર્યદેવની આકરી ગરમીએ લોકોને પરેશાન કરી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે(IMD) કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી કરી છે.શિયાળાના અંતમાં ગરમી વધી રહી છે, પરંતુ અચાનક વાદળછાયું વાતાવરણ અને વરસાદે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

IMDના અધિકારીઓ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સએ હિમાલય વિસ્તારથી આવતી ઠંડી હવા અને ભેજની પ્રણાલી છે, જે સામાન્ય રીતે શિયાળામાં વરસાદ લાવે છે. આ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતાં વાતાવરણમાં અસ્થિરતા આવી છે. આ ત્રણ પ્રણાલીઓના કારણે ઉત્તર-પશ્ચિમી પવનોની ગતિ વધી છે, જે 30-40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

કમોસમી વરસાદથી (Unseasonal Rain) રવિ પાકને થશે અસર
20 ફેબ્રુઆરીના રોજ ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ અને માવઠું (Unseasonal Rain) પડી શકે છે. આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને તેજ પવનોના કારણે પાકને તાત્કાલિક નુકસાન થવાની ભીતિ છે. જોકે, 21થી 24 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં મુખ્યત્વે સૂકું વાતાવરણ રહેશે, જે વરસાદથી રાહત આપશે પરંતુ ગરમી વધારશે. IMDના અપડેટ અનુસાર, ફેબ્રુઆરીમાં સરેરાશ તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે અને વરસાદનું પ્રમાણ 78% કરતા ઓછું હશે, જે રવિ પાકને અસર કરશે.

આ કમોસમી વરસાદ (Unseasonal Rain) અને માવઠું ખેડૂતો માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઘઉં, ચણા, શાકભાજી અને અન્ય રવિ પાકની કાપણીના તબક્કામાં આ વરસાદ નુકસાન પહોચાડી શકે છે.
આ પણ વાંચો:ગુજરાતમાં પવન સાથે મિશ્ર હવામાન, દિવસે ગરમી, રાત્રે ઠંડીનો અહેસાસ
આ પણ વાંચો:ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદની એન્ટ્રી, હવામાન વિભાગે જાહેર કર્યું યલો અલર્ટ, ખેડૂતોમાં ચિંતા વધી
આ પણ વાંચો:ગુજરાતમાં કાતિલ ઠંડીની એન્ટ્રી! હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી
