Railway News: કેન્દ્રીય બજેટ 2026 દરમિયાન નાણાં પ્રધાન નિર્મલા સીતારામણ દ્વારા ભારતીય રેલવે માટે ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી. દેશભરમાં બુલેટ ટ્રેન (Bullet Train)ના કયા સાત નવા રૂટની જાહેરાત કરવામાં આવી છે. આ કોરિડોરની કુલ લંબાઈ 4,000 કિલોમીટરથી વધુ હશે, જેમાં અંદાજે 16 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થશે.
દિલ્હીથી વારાણસી, મુંબઈથી પૂણે અને ચેન્નાઈથી બેંગલુરુ સુધી ફેલાયેલા આ નવા હાઇ-સ્પીડ રેલ કોરિડોરનો ઉદ્દેશ મહત્વપૂર્ણ આર્થિક કેન્દ્રોને જોડવાનો છે. હાઈ-સ્પીડ રેલ એટલે સમર્પિત કોરિડોર પર ચાલતી ટ્રેનો જે 250 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે દોડી શકે છે. બજેટમાં બુલેટ ટ્રેન (Bullet Train)ના કયા સાત નવા રૂટની જાહેરાત કરવામાં આવી છે અને તમે એક શહેરથી બીજા શહેરમાં કેટલી ઝડપથી પહોંચી શકશો?
સાત નવા હાઇ-સ્પીડ રેલ કોરિડોર – માર્ગ અને સમય
હાઇ-સ્પીડ રેલ એટલે 250 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે દોડતી ટ્રેનો. આ નવા રૂટ દેશના મહત્વપૂર્ણ આર્થિક કેન્દ્રોને જોડશે.

દિલ્હી – વારાણસી
હાલમાં વંદે ભારત એક્સપ્રેસ દ્વારા આ મુસાફરીમાં આશરે 8 કલાક લાગે છે.
બુલેટ ટ્રેન (Bullet Train)થી આ સમય માત્ર 3 કલાક 50 મિનિટ રહેશે.

વારાણસી – સિલીગુડી (વાયા પટના)
આ કોરિડોર પૂર્વોત્તર ભારતને નવી કનેક્ટિવિટી આપશે.
અંદાજિત મુસાફરી સમય: 2 કલાક 55 મિનિટ.

બેંગ્લોર – ચેન્નઈ
દક્ષિણ ભારતના બે મુખ્ય આર્થિક કેન્દ્રો જોડાશે.
અંદાજિત સમય: 1 કલાક 13 મિનિટ.
આ સમય હવાઈ મુસાફરી સાથે પણ સ્પર્ધાત્મક ગણાય છે.

બેંગ્લોર – હૈદરાબાદ
ટેક હબ તરીકે જાણીતા આ બંને શહેરો વચ્ચે મુસાફરી માત્ર 2 કલાકમાં પૂર્ણ થશે.

ચેન્નઈ – હૈદરાબાદ
દક્ષિણ ભારત માટે મજબૂત કનેક્ટિવિટી.
અંદાજિત સમય: 2 કલાક 55 મિનિટ.

મુંબઈ – પુણે
મહારાષ્ટ્રના બે મોટા શહેરો વચ્ચે મુસાફરી 48 મિનિટમાં પૂર્ણ થશે.
આ સમય 1 કલાકથી પણ ઓછો છે.

હૈદરાબાદ – પુણે
આ રૂટ પર મુસાફરીનો સમય અંદાજે 1 કલાક 55 મિનિટ રહેશે.

ભારતની પ્રથમ બુલેટ ટ્રેન (Bullet Train)– મુંબઈ-અમદાવાદ
હાલમાં નિર્માણાધીન મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર ટૂંક સમયમાં પૂર્ણ થવાની ધારણા છે.
અંદાજિત મુસાફરી સમય: 2 કલાક 7 મિનિટ
મહત્તમ ઝડપ: 320 કિમી/કલાક
આ પ્રોજેક્ટ ભારતના હાઇ-સ્પીડ રેલ યુગની શરૂઆત માનવામાં આવે છે.
આર્થિક અને રોજગાર પર અસર
આ સાત નવા કોરિડોર દેશના પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વીય ભાગોને મજબૂત રીતે જોડશે.
રોજગારીમાં વધારો, પ્રવાસનને વેગ, ઉદ્યોગોને નવી તાકાત અને ઝડપી લોજિસ્ટિક્સ મળતું રહેશે.
વિશ્લેષકો માને છે કે આ પ્રોજેક્ટ ભારતને વૈશ્વિક હાઇ-સ્પીડ રેલ નકશામાં મજબૂત સ્થાન આપશે.
બાંધકામ ક્યારે શરૂ થશે?
સરકાર દ્વારા ટૂંક સમયમાં વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરીને તબક્કાવાર બાંધકામ શરૂ કરવાની યોજના છે. પ્રાથમિકતા આર્થિક રીતે મહત્વપૂર્ણ રૂટને આપવામાં આવશે.
આ પણ વાંચો:સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટના: લોખંડની પ્લેટ નીચે દબાતા પિતા-પુત્રીનાં મોત
આ પણ વાંચો:ભારતની પહેલી બુલેટ ટ્રેન ઓગસ્ટ 2027માં દોડશે
