Ahmedabad News/ અમદાવાદમાં ફાયર સેફ્ટી અને નિયમોના નામે AMCની કડક કાર્યવાહી, 50થી વધુ PG સીલ, યુવક-યુવતીઓ રસ્તા પર ઉતર્યા

અમદાવાદમાં AMC દ્વારા ફાયર સેફ્ટી અને BU નિયમોના ઉલ્લંઘન બદલ બોડકદેવ, સેટેલાઈટ અને પ્રેમચંદનગરમાં 50થી વધુ PG સીલ (Amc Seals PG). વિદ્યાર્થીઓએ કચેરીએ કર્યો વિરોધ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Amc Seals PG

Ahmedabad News:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારોમાં ચાલી રહેલી કડક કાર્યવાહીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને બોડકદેવ, સેટેલાઈટ અને પ્રેમચંદનગર જેવા વિસ્તારોમાં અચાનક 50થી વધુ પેઈંગ ગેસ્ટ (PG) એકમોને સીલ (Amc Seals PG) કરી દેવામાં આવતા મોટો વિવાદ ઉભો થયો છે. આ કાર્યવાહીમાં મુખ્યત્વે ફાયર સેફ્ટી નિયમો, બિલ્ડિંગ યુઝ પરમિટ (BU) અને અન્ય નિયમોના ઉલ્લંઘનને કારણ બતાવવામાં આવ્યું છે.

આ કાર્યવાહીના કારણે સેંકડો વિદ્યાર્થીઓ, નોકરીયાત યુવક-યુવતીઓ અને PG સંચાલકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ખાસ કરીને રાત્રે નોકરી કે અભ્યાસ પૂરો કરીને પરત ફરતા યુવાનોને તેમના રૂમના દરવાજા પર સીલ જોઈને સ્તબ્ધ થઈ ગયા. પોતાનો સામાન અંદર હોવા છતાં રાત્રિ રોકાણ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી આશરે 100થી 150 લોકોનું ટોળું રોષે ભરાયું હતું.

AMC એ PG સીલ (Amc Seals PG) કરતાં યુવાનો રસ્તે રઝળતા થયા 

PG સંચાલકો અને રહેવાસીઓએ પ્રેમચંદ નગરથી બોડકદેવ સ્થિત AMCના ઉત્તર-પશ્ચિમ ઝોન કાર્યાલય સુધી એક વિશાળ રેલી કાઢી હતી. તેમણે “આ તંત્રની  કેવી નીતિ?”, “યુવાનોને રસ્તે ભટકવા પર  દેશો નહીં” “માનવતા પણ ફાયર સેફ્ટી સાથે એટલી જ  મહત્વપૂર્ણ છે” જેવા સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો.

જો કે વિરોધ કરી રહેલા યુવાનોએ એક અનોખો અભિગમ અપનાવ્યો છે. તેમણે જાહેરાત કરી છે કે જ્યાં સુધી વહીવટીતંત્ર તેમને રહેવાની વ્યવસ્થા ન કરે અથવા PGના (Amc Seals PG) સીલ ન ખોલે ત્યાં સુધી તેઓ AMC ઓફિસમાં રાત રોકાશે. PG મેનેજરો પણ આંદોલનમાં જોડાયા છે અને ઓફિસમાં રહેવાનો તેમનો ઇરાદો જાહેર કર્યો છે. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ ટુકડી તૈનાત કરવામાં આવી હતી, જે મધ્યરાત્રિ સુધી ચાલુ રહી હતી.

ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરાવવું જરૂરી છે, પરંતુ અચાનક અને એકસાથે સીલ (Amc Seals PG) કરવાથી યુવતીઓ અને વિદ્યાર્થીઓ રસ્તે રઝળતા થયા છે.રાત્રિના સમયે ખાસ કરીને કન્યાઓની સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે તંત્રની માનવતા પર પણ સવાલ ઉઠી રહ્યા છે.અનેક PGમાં પહેલેથી જ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ અચાનક કાર્યવાહીએ લોકોને અસર કરી છે.


આ પણ વાંચો:AMCમાં હાઈવોલ્ટેજ ડ્રામા, ગંદા પાણી મુદ્દે વિપક્ષનો વિરોધ અને તંત્ર પર આકરા પ્રહાર

આ પણ વાંચો:કોર્પોરેશનની અણઘડ કામગીરીથી પ્રજા ત્રાહિમામ ! AMC પર મ્યુનિ. કમિશનરની આકરી ઝાટકણી

 આ પણ વાંચો:પ્રજાના વિકાસ મુદ્દા ભુલાયા, AMC સંકલન સમિતિ બેઠકમાં મોટા ભાગના ધારાસભ્યો ગેરહાજર