World News/ ટ્રમ્પના ‘બોર્ડ ઓફ પીસ’ની પ્રથમ બેઠકમાં ભારત નિરીક્ષક, સભ્યપદ અંગે નિર્ણય બાકી

ટ્રમ્પના નિવેદન મુજબ, “દરેક દેશ આ બોર્ડ (Gaza Peace Board)નો ભાગ બનવા માંગે છે.” જોકે, અનેક દેશોએ સાવચેતીપૂર્વકનો અભિગમ અપનાવ્યો છે.

international Top Stories World
ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે અમેરિકા ‘બોર્ડ ઓફ પીસ’ (Gaza Peace Board)માટે 10 અબજ ડોલરનું ફંડ આપશે, જોકે આ રકમનો ઉપયોગ કઈ રીતે થશે તેની સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.

US News: ગાઝા સંકટ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)દ્વારા રજૂ કરાયેલી ‘બોર્ડ ઓફ પીસ’ (Gaza Peace Board)પહેલ વૈશ્વિક રાજનૈતિક ચર્ચાનો કેન્દ્ર બની છે. આ પહેલની પ્રથમ બેઠકમાં ભારતે ગુરુવારે નિરીક્ષક તરીકે ભાગ લીધો હતો. જોકે, ભારત હજી સુધી આ બોર્ડ (Gaza Peace Board)નું ઔપચારિક સભ્ય નથી.

વોશિંગ્ટન ડી.સી. ખાતે યોજાયેલી બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ ભારતીય દૂતાવાસના ચાર્જ ડી ‘એફેયર્સ નામગ્યા ખમ્પા દ્વારા કરવામાં આવ્યું હતું.

 

ડોનાલ્ડ જે. ટ્રમ્પ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસ (Gaza Peace Board)ખાતે બેઠક

આ મહત્વપૂર્ણ બેઠક યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસ (United States Institute of Peace) ખાતે યોજાઈ હતી. લગભગ 50 દેશોના પ્રતિનિધિઓએ તેમાં ભાગ લીધો હતો. બોર્ડના 27 સભ્ય દેશોમાં અઝરબૈજાન, બેલારુસ, ઇજિપ્ત, હંગેરી, ઇન્ડોનેશિયા, ઇઝરાયેલ, જોર્ડન, મોરોક્કો, પાકિસ્તાન સહિતના દેશો સામેલ છે. ભારતે હજી સુધી પૂર્ણ સભ્યપદ સ્વીકાર્યું નથી, પરંતુ નિરીક્ષક તરીકે હાજરી આપીને વૈશ્વિક શાંતિ પ્રયત્નોમાં રસ દર્શાવ્યો છે.

દાવોસથી શરૂ થયેલી પહેલ

ગયા મહિને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (World Economic Forum) દરમિયાન ટ્રમ્પે ‘બોર્ડ ઓફ પીસ’ (Gaza Peace Board)ની રૂપરેખા જાહેર કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ સંસ્થા ભવિષ્યમાં સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થાઓને પડકાર આપી શકે છે. ટ્રમ્પના નિવેદન મુજબ, “દરેક દેશ આ બોર્ડ (Gaza Peace Board)નો ભાગ બનવા માંગે છે.” જોકે, અનેક દેશોએ સાવચેતીપૂર્વકનો અભિગમ અપનાવ્યો છે.

ભારતનો અભિગમ શું?

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “અમને યુએસ સરકાર તરફથી આમંત્રણ મળ્યું છે અને અમે હાલ આ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યા છીએ.” તેમણે વધુમાં કહ્યું કે ભારત મધ્ય પૂર્વમાં લાંબા ગાળાની અને કાયમી શાંતિ માટે હંમેશા સમર્થન આપે છે. ભારતનો અભિગમ સંતુલિત અને રાજનૈતિક રીતે સાવચેત માનવામાં આવે છે.

7 અબજ ડોલરનો ગાઝા રાહત પેકેજ

બેઠક દરમિયાન ટ્રમ્પે જાહેરાત કરી કે નવ સભ્ય દેશોએ ગાઝા માટે કુલ 7 અબજ ડોલરના રાહત પેકેજ પર સહમતિ વ્યક્ત કરી છે. આ દેશોમાં કઝાકિસ્તાન, અઝરબૈજાન, યુએઈ, મોરોક્કો, બહેરીન, કતાર, સાઉદી અરેબિયા, ઉઝબેકિસ્તાન અને કુવૈતનો સમાવેશ થાય છે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે અમેરિકા ‘બોર્ડ ઓફ પીસ’ (Gaza Peace Board)માટે 10 અબજ ડોલરનું ફંડ આપશે, જોકે આ રકમનો ઉપયોગ કઈ રીતે થશે તેની સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.


આ પણ વાંચો:ટ્રમ્પનાની 15 દિવસની અલ્ટીમેટમ વચ્ચે ઈરાન-રશિયાનું સંયુક્ત સૈન્ય પરીક્ષણ

આ પણ વાંચો:ડિએગો ગાર્સિયા મુદ્દે ટ્રમ્પની બ્રિટનને ચેતવણી, ઈરાન સામે સખ્ત વલણ થશે

આ પણ વાંચો:અમેરિકાનો સમુદ્રમાં ‘ડેથ વોરન્ટ’! ટ્રમ્પના આદેશથી મધદરિયે અમેરિકાનો મિસાઈલ હુમલો, 11 ‘નાર્કો આતંકવાદીઓ’ ઠાર