us news/ અમેરિકાનો સમુદ્રમાં ‘ડેથ વોરન્ટ’! ટ્રમ્પના આદેશથી મધદરિયે અમેરિકાનો મિસાઈલ હુમલો, 11 ‘નાર્કો આતંકવાદીઓ’ ઠાર

Donald Trump Narco Terrorist Missile Attack: ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકી સૈન્યએ ડ્રગ્સ માફિયાઓ સામે મિસાઈલ હુમલો કર્યો છે. લેટિન અમેરિકામાં 3 નૌકાઓ પર થયેલા હુમલામાં ૧૧ લોકોના મોત થયા છે.

Top Stories international World
US Missile Attack Drugs Cartel

US Missile Attack Drugs Cartel: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી આક્રમક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પના સીધા આદેશ બાદ અમેરિકન સૈન્યએ લેટિન અમેરિકન જળક્ષેત્રમાં ડ્રગ્સની હેરાફેરી કરતી ત્રણ શંકાસ્પદ નૌકાઓ પર મિસાઈલ હુમલો કરી 11 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. અમેરિકાએ હવે ડ્રગ્સ તસ્કરોને ‘નાર્કો ટેરરિસ્ટ’ (નાર્કો આતંકવાદી) જાહેર કરી તેમની સામે સીધું જંગ છેડી દીધું છે.

Missile Attack: ત્રણ નૌકાઓ પર સચોટ નિશાન

અમેરિકન સધર્ન કમાન્ડ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, પૂર્વ પ્રશાંત મહાસાગરમાં બે નૌકાઓ અને કેરેબિયન સમુદ્રમાં એક નૌકાને નિશાન બનાવવામાં આવી હતી. પ્રશાંત મહાસાગરમાં થયેલા હુમલામાં 8 લોકો અને કેરેબિયન સમુદ્રમાં 3 લોકોના મોત થયા છે. સપ્ટેમ્બર મહિનાથી ચાલી રહેલા આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં 42 જેટલા હુમલા કરવામાં આવ્યા છે, જેમાં અંદાજે 145 લોકોના મોત નિપજ્યા હોવાનું મનાય છે.

US Missile Attack Drugs Cartel

‘નાર્કો ટેરરિસ્ટ’ સામે આરપારની લડાઈ

ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રનું માનવું છે કે ડ્રગ્સની હેરાફેરી એ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો છે. ટ્રમ્પે આ કાર્યવાહીનો બચાવ કરતા સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા હાલમાં લેટિન અમેરિકાના ડ્રગ કાર્ટેલ સાથે સીધા સશસ્ત્ર સંઘર્ષમાં છે. દેશના યુવાધનને બચાવવા અને ડ્રગ્સના પ્રવેશને અટકાવવા માટે આ પ્રકારના કડક પગલાં લેવા અનિવાર્ય છે.

પુરાવાઓ પર ઉઠ્યા સવાલો

અમેરિકન સૈન્યએ નૌકાઓને નષ્ટ કરવાના વીડિયો જાહેર કર્યા છે, જે જોઈને દુનિયા સ્તબ્ધ થઈ ગઈ છે. જોકે, કેટલાક સંગઠનો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ નૌકાઓમાં ખરેખર ડ્રગ્સનો મોટો જથ્થો હતો? સેનાએ હજુ સુધી જપ્ત કરેલા ડ્રગ્સના નક્કર પુરાવા સાર્વજનિક કર્યા નથી. આમ છતાં, ટ્રમ્પ સરકાર આ અભિયાનને આતંકવાદ વિરોધી ઓપરેશન જેવું જ મહત્વ આપી રહી છે.


આ પણ વાંચો:અમેરિકામાં પારિવારિક વિવાદમાં ગોળીબાર, એક ભારતીય સહિત ચાર લોકોના મોત

આ પણ વાંચો:દક્ષિણ આફ્રિકામાં અંધાધૂંધ ગોળીબાર, જોહાનિસબર્ગ નજીક 10 લોકોના મોત, 10 ઘાયલ

આ પણ વાંચો:વેનેઝુએલાના કારાકાસમાં રાષ્ટ્રપતિ ભવન નજીક ગોળીબાર, ડ્રોન દેખાતા કાર્યવાહી