Ahmedabad News/ અમદાવાદના ધરણીધરમાં ધોધમાર વરસાદનો કહેર: ગ્રાઉન્ડ ફ્લોરમાં ઘૂસ્યા પાણી, વેપારીઓને ભારે નુકસાન

Ahmedabad Heavy Rain: અમદાવાદના ધરણીધર વિસ્તારમાં ભારે વરસાદ બાદ ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ઘૂસી જતાં અનેક દુકાનોમાં નુકસાન થયું

Gujrat Top Stories
Ahmedabad Heavy Rain: દુકાનોમાં ઘૂસ્યું વરસાદી પાણી

Ahmedabad Rain News: અમદાવાદમાં સવારથી ધોધમાર વરસાદી (Ahmedabad Heavy Rain) માહોલ સર્જાયો છે. સવારથી અમદાવાદમાં વરસાદ પડતા શહેરના કેચલાક ભાગોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે અમદાવાદના ધરણીધર વિસ્તારમાં (Dharanidhar Rain) ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી (Ahmedabad Waterlogging) વળ્યા હતા અને અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

Ahmedabad Heavy Rain: ધરણીધરમાં ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ થયો

સતત વરસેલા વરસાદના કારણે અનેક રહેણાંક અને કોમર્શિયલ ઇમારતોના ગ્રાઉન્ડ ફ્લોરમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. પાણી ભરાવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને મિલકતોને પણ નુકસાન પહોંચ્યું હતું.

અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા

Ahmedabad Heavy Rain: દુકાનોમાં ઘૂસ્યું વરસાદી પાણી
Ahmedabad Heavy Rain: દુકાનોમાં ઘૂસ્યું વરસાદી પાણી

ધરણીધર વિસ્તારની અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં માલસામાન (Shops Damaged by Rain) પલળી ગયો હતો. પાણીના કારણે વેપારીઓને તાત્કાલિક માલસામાન સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.

વેપારીઓને હજારો રૂપિયાનું નુકસાન

Ahmedabad Heavy Rain: દુકાનોમાં ઘૂસ્યું વરસાદી પાણી
Ahmedabad Heavy Rain: દુકાનોમાં ઘૂસ્યું વરસાદી પાણી

વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી જતાં ઇલેક્ટ્રોનિક સામાન, ફર્નિચર, દસ્તાવેજો અને અન્ય માલસામાનને નુકસાન થયું હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. પ્રાથમિક અંદાજ મુજબ અનેક વેપારીઓને હજારો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે.

વરસાદે વેપારીઓની મહેનત પર ફેરવ્યું પાણી

અચાનક સર્જાયેલી પરિસ્થિતિને કારણે વેપારીઓની દિવસભરની કામગીરી ખોરવાઈ હતી. ભારે વરસાદના કારણે ગ્રાહકોની અવરજવર પણ ઘટી ગઈ હતી, જેના કારણે વેપાર-ધંધા પર પણ નકારાત્મક અસર જોવા મળી હતી.વિસ્તારમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી અને દુકાનોમાં નુકસાનની સ્થિતિ વચ્ચે વેપારીઓ લાચાર બન્યા હતા. સ્થાનિકોએ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે તંત્ર સમક્ષ અસરકારક વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે.


આ પણ વાંચો: અમદાવાદમાં નિર્ણયનગર અન્ડરપાસમાં પાણી ભરાયા,AMCએ 52 મિનિટમાં પાણીનો નિકાલ કર્યો

આ પણ વાંચો: અમદાવાદમાં 24 જુલાઈએ તમામ શાળા-કોલેજો બંધ: ભારે વરસાદની આગાહીને પગલે AMCનો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો: અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદનું તાંડવ