gujrat news/ અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદનું તાંડવ

અંબાલાલ પટેલે ગુજરાત (Gujarat)માં આગામી 24 થી 48 કલાકમાં અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. ૨૭ જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે.

Gujarat Top Stories Ahmedabad
Next 48 hours will be tough for Gujarat

ગુજરાત (Gujarat)માં સતત વરસી રહેલા મેઘમહેર વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ આગામી બે દિવસ (48 કલાક) સુધી ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં મેઘરાજા મુશળધાર બેટિંગ કરી શકે છે.

બંગાળની ખાડીમાં એક પછી એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે ચોમાસું વધુ આક્રમક બન્યું છે. અંબાલાલ પટેલે સ્પષ્ટ કર્યું છે કે 27 જુલાઈથી રાજ્યમાં વરસાદનો વધુ એક ધમાકેદાર રાઉન્ડ શરૂ થશે.

અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાક ભારે: એસજી હાઈવેથી નિકોલ સુધી ધોધમારની શક્યતા

અમદાવાદ અને રાજધાની ગાંધીનગરમાં આગામી ૨૪ કલાક દરમિયાન વરસાદનું જોર યથાવત રહેશે.

અમદાવાદ: એસ.જી. હાઈવે, એસ.પી. રિંગ રોડ, નરોડા અને નિકોલ જેવા વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડે તેવી પૂરી શક્યતા છે. શહેરમાં કેટલાક સ્થળે અતિભારે વરસાદ પણ નોંધાઈ શકે છે.

ગાંધીનગર:ગાંધીનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આગામી કલાકોમાં ધોધમાર વરસાદ પડી શકે છે.


આ પણ વાંચો :અમદાવાદમાં 24 જુલાઈએ તમામ શાળા-કોલેજો બંધ: ભારે વરસાદની આગાહીને પગલે AMCનો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો :ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત, કેન્દ્ર તરફથી દરેક શક્ય સહાયની ખાતરી

આ પણ વાંચો :દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત: 2,900થી વધુ લોકોનું સ્થળાંતર, CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં