World News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ હિંદ મહાસાગરમાં સ્થિત વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ડિએગો ગાર્સિયા (Diego Garcia) ટાપુને લઈને બ્રિટનને સ્પષ્ટ ચેતવણી (Trump Warns UK) આપી છે. તેમણે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટીમર (Keir Starmer)ને સંદેશ આપ્યો છે કે લાંબા ગાળાના લીઝ કરાર દ્વારા આ ટાપુનું નિયંત્રણ ગુમાવવું ભવિષ્યમાં ગંભીર વ્યૂહાત્મક ભૂલ સાબિત થઈ શકે છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર શું કહ્યું?
ટ્રમ્પે (Trump Warns UK)સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, “દેશોના મામલામાં 100 વર્ષના ભાડાપટ્ટા હંમેશા જોખમી હોય છે.” તેમણે ખાસ કરીને ડિએગો ગાર્સિયાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ ટાપુ હિંદ મહાસાગરમાં અમેરિકાની સુરક્ષા વ્યૂહરચનાનો આધારસ્તંભ છે. જો બ્રિટન અહીંથી પોતાનું નિયંત્રણ ગુમાવે, તો પશ્ચિમી દેશોની રક્ષણ ક્ષમતા પર તેની સીધી અસર પડશે.
#WATCH | Washington DC | White House Press Secretary Karoline Leavitt says, “The President has been clear that with any country, diplomacy is his first option and Iran would be wise to make a deal with President Trump. He is talking to many people, including his national security… pic.twitter.com/tNf8DpJKtn
— ANI (@ANI) February 18, 2026
ઈરાન મુદ્દે ડિએગો ગાર્સિયા (Trump Warns UK)નું મહત્વ
રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો ઈરાન કોઈ રાજનૈતિક સોદો નહીં કરે, તો અમેરિકાને ડિએગો ગાર્સિયા તેમજ ફેરફોર્ડ એરબેસનો ઉપયોગ કરવો પડી શકે છે. ટ્રમ્પ (Trump Warns UK)ના જણાવ્યા અનુસાર, આ બેઝિસનો ઉપયોગ બ્રિટન અને અન્ય સહયોગી દેશોને સંભવિત ખતરાઓથી બચાવવા માટે જરૂરી બની શકે છે.
બ્રિટન માટે સંદેશ: મજબૂત રહો
ટ્રમ્પે (Trump Warns UK)પોતાના સંદેશમાં ભારપૂર્વક કહ્યું હતું કે અમેરિકા હંમેશા બ્રિટન સાથે ખભે ખભા મિલાવી લડવા તૈયાર છે, પરંતુ બ્રિટને પોતે પણ મજબૂત બનવું પડશે. ડિએગો ગાર્સિયા પરનું નિયંત્રણ ગુમાવવું માત્ર એક ટાપુ ગુમાવવાનું નથી, પરંતુ વૈશ્વિક સુરક્ષા વ્યવસ્થામાં મોટો ખાડો ઊભો કરવાનું છે.
વ્હાઇટ હાઉસનું સત્તાવાર નિવેદન
આ મુદ્દે વ્હાઇટ હાઉસ (White House) તરફથી પ્રેસ સચિવ કેરોલિન લેવિટ (Karoline Leavitt)એ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ હંમેશા કૂટનીતિને પ્રથમ પસંદગી આપે છે. તેમનું માનવું છે કે ઈરાન માટે સમજૂતી કરવી વધુ સમજદારીભર્યું રહેશે.
શાંતિ બોર્ડની બેઠક અને ગાઝા સહાય
લેવિટે માહિતી આપી હતી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ (Trump Warns UK)શાંતિ બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં ગાઝા માટે 5 અબજ ડોલરની સહાય ની જાહેરાત કરવામાં આવશે. આ સહાય માનવતાવાદી કાર્ય અને પુનર્નિર્માણ માટે ફાળવાશે.
ગાઝા સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય દળ
બેઠક દરમિયાન ગાઝા પટ્ટી (Gaza Strip)માં સુરક્ષા જાળવવા માટે આંતરરાષ્ટ્રીય દળ અને સ્થાનિક પોલીસમાં હજારો કર્મચારીઓની તૈનાતી પર પણ ચર્ચા કરવામાં આવશે. આ ચર્ચા ઇસરાયલ (Israel) અને હમાસ (Hamas) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની પૃષ્ઠભૂમિમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
વૈશ્વિક રાજકારણમાં ડિએગો ગાર્સિયાનું સ્થાન
વિશ્વના શક્તિશાળી દેશો માટે ડિએગો ગાર્સિયા માત્ર એક ટાપુ નથી, પરંતુ હિંદ મહાસાગરમાં સુરક્ષા, વેપાર માર્ગો અને સૈન્ય વ્યૂહરચનાનો મુખ્ય કી પોઇન્ટ છે. ટ્રમ્પની ચેતવણી એ સંકેત આપે છે કે આવનારા સમયમાં આ ટાપુ વૈશ્વિક રાજકારણના કેન્દ્રમાં રહેશે.
આ પણ વાંચો:અમેરિકાની સ્કૂલમાં આઈસ હોકી મેચ દરમિયાન ગોળીબાર, બાળકી સહિત ત્રણના મોત
આ પણ વાંચો:કેલિફોર્નિયામાં ભયાનક હિમસ્ખલન, 9 માંથી 8 સ્કીઅર્સના મોત, એક હજુ ગુમ
