Gandhinagar News/ આજથી લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર થશે,વિધાનસભામાં ના. મુખ્યમંત્રી હર્ષ સંઘવી કરશે જાહેરાત

ગુજરાત સરકાર લગ્ન નોંધણી અધિનિયમ-2006માં સુધારા (Love Marriage Registration New Rules) લાવવાની તૈયારીમાં. ભાગીને થતા લવ મેરેજમાં હવે માતા-પિતાને નોટિસ અને ક્લાસ-2 અધિકારીની મંજૂરી જરૂરી બની શકે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Love Marriage Registration New Rules

Gandhinagar News: ગુજરાત રાજ્ય સરકાર લગ્ન નોંધણી અધિનિયમ-૨૦૦૬માં મહત્વના સુધારા લાવવા માટે આગળ વધી રહી છે. ખાસ કરીને ભાગીને થતા પ્રેમલગ્ન (elopement/love marriages) અને તેની નોંધણીના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને સરકારે નવા નિયમો (Love Marriage Registration New Rules) ઘડવાની પ્રક્રિયા શરૂ કરી છે. આજથી આ નવા નિયમોની જાહેરાત થવાની શક્યતા છે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિધાનસભા ગૃહમાં મહત્વની જાહેરાત કરી શકે છે.

અહેવાલો અનુસાર, નવા નિયમો  (Love Marriage Registration New Rules) હેઠળ નિયમ 44 જેવા જાહેર હિતના મુદ્દા પર આ ફેરફારો લાગુ કરવામાં આવી શકે છે. આ ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ્ય લગ્ન પ્રક્રિયાને વધુ પારદર્શક, કડક અને સામાજિક માળખાને ધ્યાનમાં રાખીને સુરક્ષિત બનાવવાનો છે.ભાગીને અથવા માતા-પિતાની સંમતિ વિના થયેલા લગ્નની નોંધણી માટે અરજી કરતા સમયે તંત્ર દ્વારા યુગલના માતા-પિતાને લેખિત નોટિસ મોકલવામાં આવશે. આ નોટિસ મળ્યા બાદ વાલીઓને 30 દિવસનો સમયગાળો આપવામાં આવશે, જેમાં તેઓ પોતાનો જવાબ અથવા વાંધો નોંધાવી શકશે.

શું હશે પ્રેમ લગ્ન નોંધણીના નવા નિયમો (Love Marriage Registration New Rules)

અત્યાર સુધી તલાટી-કમ-મંત્રી (ક્લાસ-3 અધિકારી) દ્વારા લગ્ન નોંધણીની (Love Marriage Registration New Rules) પ્રક્રિયા પૂર્ણ થઈ જતી હતી. હવે ભાગેડુ લગ્નના કેસમાં અરજીને આખરી મંજૂરી માટે ક્લાસ-2 અધિકારી (જેમ કે ડેપ્યુટી મામલતદાર અથવા તેની સમકક્ષ) પાસે મોકલવી પડશે. જ્યાં સુધી આ ઉચ્ચ અધિકારી મંજૂરી ન આપે ત્યાં સુધી નોંધણી માન્ય ગણાશે નહીં.જો માતા-પિતા તરફથી કોઈ વાંધો નોંધાય તો ક્લાસ-૨ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે અને નોંધણી પ્રક્રિયા 30 દિવસના સમયગાળા દરમિયાન સ્થગિત રાખવામાં આવી શકે છે.

કેટલાક સમુદાયો અને આગેવાનોની માંગ મુજબ લગ્ન નોંધણી યુવતીના આધારકાર્ડ પરના સરનામા પ્રમાણે જ સ્થાનિક તાલુકા/કોર્ટમાં થવી જોઈએ, તેમજ ઓનલાઈન રજિસ્ટ્રેશનને વધુ કડક બનાવવાની વાત પણ ચર્ચામાં છે.રાજ્યમાં લવ જેહાદ, છેતરપિંડીથી થતા લગ્ન અને ભાગેડુ કેસના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને સરકાર આ પગલાં ભરી રહી છે. વિવિધ દ્વારા પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓને મળીને આવા સુધારાની માંગણી કરવામાં આવી હતી.


આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાના 8મા સત્રનો બીજો દિવસ, તારાંકિત પ્રશ્નોત્તરીથી થશે શરૂઆત 

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ, પ્રથમ દિવસે રાજકીય ગરમાવો,ઉપાધ્યક્ષ પદે પૂર્ણેશ મોદીની પસંદગી

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થશે,  ઉપાધ્યક્ષ ચૂંટણીથી લઈને અંદાજપત્ર, નવા બિલો સુધીની મહત્વની વાતો