Gandhinagar News/ ગુજરાત વિધાનસભાના 8મા સત્રનો બીજો દિવસ, તારાંકિત પ્રશ્નોત્તરીથી થશે શરૂઆત 

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના (Budget Session) બીજા દિવસે પાણી પુરવઠા, નર્મદા નહેર, મહિલા-બાળ વિકાસ અને સામાન્ય વહીવટ મુદ્દે પ્રશ્નોત્તરી. આવતીકાલે ₹3.90 લાખ કરોડનું બજેટ.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Budget Session

Gandhinagar News:ગુજરાત વિધાનસભાના 15મી વિધાનસભાના 8મા (બજેટ) સત્રનો (Budget Session) આજે બીજો દિવસ છે. બપોરે 12 વાગ્યે તારાંકિત પ્રશ્નોત્તરી (Starred Questions)થી ગૃહની કાર્યવાહી શરૂ થશે. વિપક્ષ સરકારને પાણી પુરવઠા, મહિલા-બાળ વિકાસ સહિતના મુદ્દાઓ પર ઘેરવાનો પ્રયાસ કરશે, જ્યારે સરકારી બાજુએ સમિતિ અહેવાલો અને વિકાસની યોજનાઓ પર ભાર મૂકવામાં આવશે.આજે (17 ફેબ્રુઆરી)ની મુખ્ય કાર્યવાહીગૃહની શરૂઆત પ્રશ્નોત્તરીથી થશે.જેમાં જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગ,મહિલા, બાળ વિકાસ તેમજ સામાન્ય વહીવટ અનેઅન્ય વિભાગોના પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા થશે

બજેટ સત્ર (Budget Session)માં જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગ સંબંધિત પ્રશ્નો પર ચર્ચા

આ સત્રમાં (Budget Session) જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગમાં રાજ્યમાં પાણીની અછત, સિંચાઈ યોજનાઓ અને નર્મદા નહેર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થશે. મહિલા, બાળ વિકાસ તેમજ સામાન્ય વહીવટમાં મહિલા સશક્તિકરણ, બાળ કલ્યાણ અને વહીવટી સુધારાઓ પર ફોકસ અને સામાન્ય વહીવટ પર ચર્ચા થશે, સાથે જ અન્ય વિભાગોમાં  મહેસુલ, માર્ગ-મકાન, ખાણ-ખનીજ, બંદરો, માહિતી-પ્રસારણ. વિભાગોના પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા થશે

બિનસરકારી સભ્યોના કામકાજની સમિતિનો અહેવાલ ગૃહમાં રજૂ થશે, જેમાં વિરોધ પક્ષના સભ્યોની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. તેમજ કામકાજ માટેની સમિતિનો 9મો અહેવાલ પણ રજૂ કરાશે, જે સત્રની રૂપરેખાને વધુ સ્પષ્ટ કરશે.સત્ર (Budget Session)નો સૌથી મહત્વનો દિવસ આવતીકાલે છે.

નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યનું 2026-27નું અંદાજપત્ર રજૂ કરશે, જેનો અંદાજિત કુલ આઉટલે ₹3.90 લાખ કરોડની આસપાસ હોવાની શક્યતા છે. આ સાથે બે સરકારી વિધેયકો પણ રજૂ થશે, જેની પર વિસ્તૃત ચર્ચા થવાની છે.જેમાં રોજગાર નિયમન અને સેવાની શરતો(સુધારા) વિધેયક પર કરાશે ચર્ચા. સાથે સાથે સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ પર ચર્ચા કરાશે આ સિવાય ખેતીની જમીન વિધેયક પર ચર્ચા કરવામાં આવશે.


આ પણ વાંચો:ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થશે,  ઉપાધ્યક્ષ ચૂંટણીથી લઈને અંદાજપત્ર, નવા બિલો સુધીની મહત્વની વાતો

આ પણ વાંચો: જામનગરમાં શોભાયાત્રામાં 45 વર્ષમાં પહેલી જ વખત ડીજે બંધ રખાતા શ્રદ્ધાળુઓ લાલઘૂમ

આ પણ વાંચો:સેવન્થ ડે સ્કૂલનો વિવાદ: 2,400 વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ ન આપ્યો