Jamnagar News/ જામનગરમાં શોભાયાત્રામાં 45 વર્ષમાં પહેલી જ વખત ડીજે બંધ રખાતા શ્રદ્ધાળુઓ લાલઘૂમ

જામનગર(Jamnagar)માં બંધ ડીજે સાથે શોભાયાત્રા નીકળવાના પગલે વિવાદ સર્જાયો છે. છેલ્લા 45 વર્ષમાં પહેલી વખત ડીજે બંધ રાખીને શોભાયાત્રા નીકળી છે. આના કારણે જામનગરના શોભાયાત્રાના આયોજકોએ ભાજપના આગેવાનો સામે સવાલ ઉઠાવ્યા છે.

Top Stories Gujarat Breaking News

Jamnagar News: જામનગર(Jamnagar)માં બંધ ડીજે સાથે શોભાયાત્રા (Shobhayatra) નીકળવાના પગલે વિવાદ સર્જાયો છે. છેલ્લા 45 વર્ષમાં પહેલી વખત ડીજે બંધ રાખીને શોભાયાત્રા નીકળી છે. આના કારણે જામનગર (Jamnagar)ના શોભાયાત્રાના આયોજકોએ ભાજપના આગેવાનો સામે સવાલ ઉઠાવ્યા છે.

જામનગર(Jamnagar) શોભાયાત્રામાં ડીજે બંધ રખાતા વિવાદ સર્જાયો
જામનગર(Jamnagar) શોભાયાત્રામાં ડીજે બંધ રખાતા વિવાદ સર્જાયો

જામનગરમાં પરંપરા મુજબ નીકળે છે શોભાયાત્રા

જામનગર(Jamnagar)માં શિવરાત્રિની શોભાયાત્રા (Shobhayatra)માં પોલીસ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. શોભાયાત્રામાં પોલીસના ત્રાસ અંગે ભાજપના આગેવાનો અને શહેર પ્રમુખને ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરમાં દર વર્ષે મહાશિવરાત્રિએ ભગવાન શિવજીની ભવ્ય શોભાયાત્રા (Shobhayatra)નીકળે છે. પણ આ વખતની શોભાયાત્રા (Shobhayatra) માં પોલીસે ડીજે અને સાઉન્ડ સિસ્ટમ પર લાદેલા આકરા પ્રતિબંધોના કારણે આયોજકોને ડીજે બંધ રાખીને શોભાયાત્રા કાઢવાની ફરજ પડી હતી.

જામનગર(Jamnagar) શોભાયાત્રામાં ડીજે બંધ રખાતા વિવાદ સર્જાયો
જામનગર (Jamnagar) શોભાયાત્રામાં ડીજે બંધ રખાતા વિવાદ સર્જાયો

જામનગરના શ્રદ્ધાળુઓમાં આક્રોશ

આમ જામનગર(Jamnagar)માં ધાર્મિક કાર્યક્રમને લઈને પોલીસના આકરા વલણ સામે આયોજકો જ નહીં લોકોમાં પણ આક્રોશ છે. શોભાયાત્રાના આયોજકોનો આક્ષેપ છે કે તેઓએ ડીજે બંધ રાખીને યાત્રા કરી હોવા છતાં પોલીસે શોભાયાત્રા દરમિયાન બિનજરૂરી કડકાઈ કરી હતી. આના પગલે આયોજકોએ અને શ્રદ્ધાળુઓએ સ્થાનિક આગેવાનો અને શાસક પક્ષના શહેર પ્રમુખ સામે તેમનો આક્રોશ વ્યક્ત કર્યો છે.

જામનગરના શ્રદ્ધાળુઓનું કહેવું છે કે બધા પ્રતિબંધો અને આકરા નિયમો હિન્દુ તહેવારો પર જ શું કામ લાગુ પડે છે. આયોજકોએ ભાજપના નેતાઓને શોભાયાત્રા વખતે જ ફરિયાદ કરતાં ભાજપના નેતાઓ દોડતા થઈ ગયા હતા. શાસક પક્ષના નેતાઓનો પોલીસ પર કોઈ અંકુશ નથી તેવો શોભાયાત્રા (Shobhayatra)માં સામેલ લોકોનો સૂર હતો. ડીજે અને સાઉન્ડ સિસ્ટમ બંધ હોવાથી શિવભક્તો પણ નિરાશ થયા હતા. જાણે ઉત્સાહ અને ઉમંગ જ અદ્રશ્ય થઈ ગયા હોય તેવી સ્થિતિ હતી.


આ પણ વાંચો: જામનગરમાં BJP-Congress ના કાર્યકર્તાઓ બાખડયા: કોંગ્રેસ પ્રમુખ સહિત 2 ની તબિયત લથડતાં હોસ્પિટલમા

આ પણ વાંચો: અમદાવાદના નિકોલમાં VHP દ્વારા શોભાયાત્રામાં કાર્યકરોએ મચાવ્યો હોબાળો

આ પણ વાંચો: જામનગરમાં BJP-Congress ના કાર્યકર્તાઓ બાખડયા: કોંગ્રેસ પ્રમુખ સહિત 2 ની તબિયત લથડતાં હોસ્પિટલમા