Devbhumi Dwarka News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામમાં આવેલા એક મંદિરના પટાંગણમાં ગાંજા (Dwarka Ganja Case)નું વાવેતર થયું હોવાનો મામલો સામે આવ્યો છે. એન્ટી નાર્કોટિક્સ વિંગે બાતમીના આધારે દરોડો પાડીને અંદાજે ₹6.07 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે 64 વર્ષીય પૂજારી મેરામણ સાજણ ગાધેરની અટકાયત કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Dwarka Ganja Case: મેવાસા ગામના મંદિર પર પોલીસનો દરોડો
મળતી માહિતી મુજબ, કલ્યાણપુર (Kalyanpur News)થી આશરે 42 કિલોમીટર દૂર મેવાસા ગામ (Mevasa Village)ની સીમમાં આવેલા ભોપા મઢી વિસ્તારમાં સાત લુહારી માતાજીના મંદિરના પટાંગણમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મંદિરના પરિસરમાં ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે મંદિરની સેવા-પૂજા કરતા મેરામણ સાજણ ગાધેર સામે કાર્યવાહી કરવામાં આવી છે.
₹6.07 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે દરોડા દરમિયાન કુલ ₹6,07,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં સૂકા ગાંજાના વેચાણની પણ વિગતો સામે આવી હોવાનું જણાવાયું છે. પોલીસે આરોપી પૂજારી સામે NDPS એક્ટ (NDPS Act) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય સાધુની સંડોવણીની તપાસ
પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હોવાના અહેવાલ મુજબ, મંદિર નજીકના રૂમમાં રહેતા એક સાધુ સાથે તે ગાંજાનું સેવન કરતો હતો. સાધુ પાસે રહેલા ગાંજાના બીજ મંદિરના પટાંગણમાં વાવવામાં આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. ઉપરાંત, ત્યાં આવતા કેટલાક લોકોને સૂકો ગાંજો વેચવામાં આવતો હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી હોવાનું જણાવાયું છે.
આ કેસમાં અન્ય એક સાધુની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ગાંજાના જથ્થા સાથે આરોપી ઝડપાયો
આ પણ વાંચો: રિક્ષામાંથી ગાંજાની 90 પડીકીઓ ઝડપાઈ, ડ્રાઈવર ઝડપાયો
આ પણ વાંચો: કપાસના ખેતરમાં ‘કાળો કારોબાર’! 666 ગાંજાના છોડ સાથે 2 કરોડથી વધુનો જથ્થો ઝડપાયો
