પાટણ,
પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં નર્મદાની પેટા તેમજ માઇનોર કેનાલમાં ગાબડા પડવાની ઘટના યથાવત છે. છેલ્લા 48 કલાકમાં રાધનપુર પંથકમાં બે કેનાલોમાં ગાબડા પડવાની ઘટના સામે આવી છે.
રાધનપુર તાલુકાના જાવંત્રી ગામની સાંથલી ડિસ્ટ્રીક્ટની કેનાલમાં દસ ફૂટ જેટલુ ગાબડુ પડી જતા લાખો લીટર પાણીનો વેડફાટ થવા પામ્યો હતો.

જોકે આ ઘટના બાદ કોઈપણ જવાબદાર અધિકારીએ ઘટનાસ્થળે આવીને કોઈપણ જાતનું સમારકામ હાથ ધર્યું ન હતું. કેનાલમાં ગાબડું પડવાની વાત આસપાસના ગામોમાં થતાં ખેડૂતો કેનાલ ખાતે દોડી આવ્યા હતા અને પોતાનો રોષ જવાબદાર સત્તાધીશો સામે ઠાલવ્યો હતો.
https://api.mantavyanews.in/patan-sinkhole-occurred-in-canal/
