Not Set/ અ’વાદ: HK કોલેજના પ્રિન્સિપાલનું રાજીનામું, જીજ્ઞેશ મેવાણીને અપાયું હતું વાર્ષિકોત્સવનું આમંત્રણ

અમદાવાદ, અમદાવાદમાં આવેલી એચ.કે કોલેજના પ્રન્સિપાલે રાજીનામું આપી દીધું છે. હેમંત કુમારે અચાનક જ રાજીનામું આપતાં અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે, એચ કે કોલેજમાં વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિકોત્સવમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે આ આમંત્રણનો એચ કે કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો અને જીગ્નેશ […]

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

અમદાવાદમાં આવેલી એચ.કે કોલેજના પ્રન્સિપાલે રાજીનામું આપી દીધું છે. હેમંત કુમારે અચાનક જ રાજીનામું આપતાં અનેક ચર્ચાએ જોર પકડ્યું છે.

ઉલ્લેખનીય છે કે, એચ કે કોલેજમાં વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિકોત્સવમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

જો કે આ આમંત્રણનો એચ કે કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો અને જીગ્નેશ મેવાણી પર ભાગલાવાદી અને માઓવાદીનો આરોપ લગાવ્યો હતો. જો કે આ વિરોધને પગલે પ્રિન્સિપાલા હેમંત કુમાર શાહે વાર્ષિકોત્સવ રદ્દ કર્યો હતો.બાદમાં તેઓએ ટ્રસ્ટી પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ટ્રસ્ટ્રીના દબાણના કારણે રાજીનામું આપ્યું છે.