હાલમાં રાજ્યમાં લગ્નસરાની મૌસમ પૂરબહારમાં ખીલી છે. ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા મુકામે સામાજિક પ્રસંગ માતમમાં ફેરવાયો છે. અહીં એક સામાજિક પ્રસંગમાં જમણવાર બાદ કેટલાક લોકોની તબિયત લથડી અને કેટલાક લોકોના મોત થાય છે. જેને લઈ આખો પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર દેવગઢ બારિયાના ભુલવાણ ગામે સામાજિક પ્રસંગમા ખાતે સામાજિક પ્રસંગમાં ખાણી-પીણી બાદ લોકોની તબિયત લથડી હતી. જેમાં 6 લોકોની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાંથી 5 લોકોના મોત નિપજ્યાં હતાં. જો કે હજુ સુધી પાંચ લોકોના મોતનું કારણ હાલ અકબંધ છે. દારૂ પીવાથી મોત કે ખાવાથી મોત તે કારણ હાલ પણ અકબંધ છે. મૃતકોના પીએમ બાદજ સાચું કારણ બહાર આવશે.

સામાજિક પ્રસસંગમાં પાંચ લોકોના મોત ને લઈ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. લોકો પણ આ સમાચાર સાંભળી ઊંડો આઘાત અનુભવી રહ્યા છે. જ્યારે મૃતકોના પરિવારમાં રોકકડાટ મચ્યો છે. ઘટના ની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ધસી આવ્યો હતો.
Update / શ્રીનગરમાં પોલીસ જવાનની બસ પર આતંકવાદી હુમલો, ચાર જવાનોના મોત
પેપર લીક / ગૌણ સેવા ભરતી પરીક્ષાના પેપર આટલા લાખમાં વેચાયા : યુવરાજસિંહ જાડેજાનો આરોપ
વડોદરા / ધર્મ પરિવર્તન મામલે મધર ટેરેસા મિશનરી ઓફ ચેરીટેબલ સામે આરોપ, ફરિયાદ દાખલ
