Business News/ RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટ 5.25% પર રાખ્યો યથાવત,GDP ગ્રોથનું અનુમાન ઘટાડ્યું

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ નાણાકીય નીતિની સમીક્ષા બેઠકમાં રેપો રેટને 5.25% પર યથાવત રાખવાની જાહેરાત કરી છે. આ સાથે 1.14 લાખ કરોડનું સોનું વેચવાના રિપોર્ટ પર સરકારે કરેલા ખુલાસા વિશે વાંચો અહીં.

Top Stories Business
RBI

RBI MPC Meeting 2026: ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની ત્રણ દિવસીય સમીક્ષા બેઠક બાદ ગવર્નર સંજય મલ્હોત્રાએ 5 June 2026 ના રોજ કેન્દ્રીય બેંકની નવીનતમ નાણાકીય નીતિના નિર્ણયો જાહેર કર્યા છે. શુક્રવારે સવારે લીધેલા આ નિર્ણય મુજબ, RBI એ રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે અને પોતાનું વલણ ‘તટસ્થ’ (Neutral) રાખ્યું છે. આના કારણે સામાન્ય જનતાને લોનની EMI માં હાલ કોઈ રાહત નહીં મળે.

RBI ના નિર્ણયોની મુખ્ય વાતો:

વૈશ્વિક પડકારો વચ્ચે ભારત મજબૂત: RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ હોવા છતાં ભારત બહારના આર્થિક આંચકાઓનો ન્યૂનતમ પ્રભાવ સાથે સામનો કરવા માટે મજબૂત સ્થિતિમાં છે.

મોંઘવારીનો ટ્રેન્ડ: કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત મોંઘવારી હાલમાં બેંકના લક્ષ્યથી નીચે છે, પરંતુ તે ભવિષ્યમાં ઉપર જવાનું જોખમ હજી પણ યથાવત છે.

ડેટા પર નજર: મોનેટરી પોલિસી કમિટી (MPC) આગામી સમયના નિર્ણયો માટે આર્થિક આંકડા, સપ્લાય ચેઈનનું દબાણ અને અન્ય આર્થિક ગતિવિધિઓ પર સતત નજર રાખશે.

GDP ગ્રોથ અનુમાનમાં ઘટાડો: ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2026-27 માટે દેશના આર્થિક વૃદ્ધિ દર (GDP Growth) ના અનુમાનને 6.9% થી ઘટાડીને 6.6% કરી દીધું છે. નબળી ગ્લોબલ ડિમાન્ડ અને વધતો લોજિસ્ટિક ખર્ચ ભારતના એક્સપોર્ટ બિઝનેસ માટે મોટો પડકાર છે.

RBI

રેપો રેટ (Repo Rate) શું છે અને તેની અસર?

રેપો રેટ એ વ્યાજ દર છે જે દર પર દેશની કેન્દ્રીય બેંક અન્ય કોમર્શિયલ બેંકોને તેમની ટૂંકા ગાળાની જરૂરિયાતો માટે લોન આપે છે.

સામાન્ય જનતા પર અસર: જ્યારે રેપો રેટ વધે છે ત્યારે બેંકો માટે RBI પાસેથી લોન લેવી મોંઘી બને છે, જેથી સામાન્ય લોકો માટે હોમ લોન, કાર લોન વગેરે મોંઘા થાય છે. જ્યારે રેપો રેટ ઘટે છે ત્યારે લોન સસ્તી થાય છે. અત્યારે રેટ 5.25% પર સ્થિર હોવાથી લોન અને EMI માં કોઈ ફેરફાર નહીં થાય.

શું RBI એ 1.14 લાખ કરોડ રૂપિયાનું સોનું વેચી દીધું?

તાજેતરમાં બ્લૂમબર્ગ ઇકોનોમિક્સના રિપોર્ટમાં અર્થશાસ્ત્રી અભિષેક ગુપ્તાના હવાલે એવો દાવો કરવામાં આવ્યો હતો કે RBI એ 22 મે ના રોજ પૂરા થયેલા બે અઠવાડિયા દરમિયાન પોતાના ગોલ્ડ રિઝર્વમાંથી આશરે 12 અબજ ડોલર (આશરે 1.14 લાખ કરોડ રૂપિયા) નું સોનું વેચી દીધું છે.

સરકારની સ્પષ્ટતા: આ સનસનાટીપૂર્ણ દાવા બાદ સરકાર અને આરબીઆઈ તરફથી સત્તાવાર સ્પષ્ટતા આવી છે. સરકારે આ રિપોર્ટ અને દાવાઓને તદ્દન પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે અને સ્પષ્ટ કર્યું છે કે સોનાના ભંડારને સુરક્ષિત રાખવામાં આવ્યો છે, કોઈ સોનું વેચવામાં આવ્યું નથી.


આ પણ વાંચો :રૂપિયો ઐતિહાસિક નીચી સપાટીએ! RBIએ $12 બિલિયનનું સોનું વેચ્યું હોવાના અહેવાલથી બજારમાં ખળભળાટ

આ પણ વાંચો :RBI લાવશે પ્લાસ્ટિક નોટો? મૈસુર પ્રેસમાં શું ચાલી રહ્યું છે?

આ પણ વાંચો :વૈશ્વિક કટોકટી વચ્ચે ભારતને મોટી રાહત, RBI સરકારને આપશે ₹2.87 લાખ કરોડનો રેકોર્ડ ડિવિડન્ડ