14 વર્ષ પહેલાંનાં 2005નાં અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટનાં કબજા હેઠળના વિસ્તારમાં આતંકવાદી હુમલાના કિસ્સામાં, આજે વિશેષ અદાલતે આરોપીને દોષિત ઠેરવ્યા હતા. દોષીત ચારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તો પાંચ પૈકી એક આરોપીને નિર્દોષ જાહેર કરવામા આવ્યો છે. સ્પેશિયલ જજ એસસીટીટી દિનેશ પાંડે દ્રારા મંગળવારે સેન્ટ્રલ જેલ નૈનીમાં આ આદેશ આપ્યો હતો. કેસની સુનાવણી 9 જૂને પૂરી થઈ હતી. અને 18મી જૂનની કોર્ટ દ્રારા સજાનું એલાન કરવામાં આવશે તેવો આદેશ કરવામા આવ્યો હતો.

5 જુલાઇ, 2005 ના રોજ આતંકવાદીઓ સશસ્ત્ર સાથે સવારે 9.30 વાગ્યે અયોધ્યામાં ઘૂસ્યા હતા. ઇસ્લામિક આતંકવાદી જૂથ લશ્કર-એ-તોઇબાનાં પાંચ આતંકી અયોધ્યામાં રામ જનમ ભૂમિ સંકુલની દિવાલ તોડી વિસ્ફોટક ભરેલી જીપ સાથે પ્રવેશ કર્યો હતો. અને સુરક્ષાદળો પર ગ્રેનેડ દ્વારા હુમલા કર્યો હતો હુમલામાં એક નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. તો ત્રણ સીઆરપીએફનાં જવાનો પણ શહીદ થયા હતા. અને બે જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સુરક્ષા દળો સાથેની અથડામણમાં પાંચેય આતંકવાદીઓ માર્યા ગયા હતા.

