Latest Surat News/ સુરતમાં સ્કૂલ વાન ચાલકો અને ઓટોરિક્ષા ચાલકોની હડતાળ સમેટાઈ

સુરતમાં સ્કૂલ વાન ચાલકોની અને ઓટોરિક્ષા ચાલકોની હડતાળ સમેટાઈ ગઈ છે. RTOઓ વિભાગના અધિકારીઓ સાથે બેઠક મળી હતી. સ્કૂલ વાન ચાલકોના અગ્રણીઓએ આ મીટિંગમાં રજૂઆત કરી હતી.

Gujarat Top Stories Surat Trending Breaking News

Surat News: સુરતમાં સ્કૂલ વાન ચાલકોની અને ઓટોરિક્ષા ચાલકોની હડતાળ સમેટાઈ ગઈ છે. RTOઓ વિભાગના અધિકારીઓ સાથે બેઠક મળી હતી. સ્કૂલ વાન ચાલકોના અગ્રણીઓએ આ મીટિંગમાં રજૂઆત કરી હતી. RTOએ આ અંગે સકારાત્મક વલણ રાખતા હળતાળ સમેટાઈ ગઈ છે. સુરતમાં સ્કૂલવાન ચાલકોની હડતાળ સમેટાતા વાલીઓ રાહતનો શ્વાસ લીધો છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા વલસાડના સ્કૂલ વાન ચાલકોએ તો હડતાળ પાડી જ નથી. આમ સમગ્ર સુરત અને વરસાડ જિલ્લામાં સ્કૂલ વાન ચાલકોનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે. જ્યારે રાજ્યમાં ચાલતી સ્કૂલવાન ચાલકો અને રીક્ષાચાલકોની હડતાળથી વડોદરામાં અલગ જ વાત જોવા મળી રહી છે.

વડોદરાના સ્કૂલ વાન સંચાલકો આ હડતાળમાં જોડાયા જ નથી. તેમનું નિવેદન આવ્યું છે કે તેમને આ હડતાળ સાથે કશું લાગતું વળગતું નથી. હડતાળમાં જોડાવવા માટે તેમના પર કોઈ દબાણ પણ નથી. તેમને જણાવવામાં આવ્યું છે કે તેમને યોગ્ય લાગે તો તેઓ જોડાય. તેથી હાલમાં તો અમે હડતાળ સાથે ન જોડાવવાનો નિર્ણય લીધો છે. આમ રાજ્યના કેટલાક ભાગમાં સ્કૂલ વાનધારકો હડતાળ સાથે જોડાયા નથી.

વાહનવ્યવહાર વિભાગ 2019ના નિયમોની યાદીને વળગી રહી છે. તેમાં ફેરફાર કરવા કે નહીં ? તેને લઇને વિભાગના ઉચ્ચ અધિકારીઓ, આરટીઓ, એઆરટીઓ, પૂર્વ અધિકારીઓ કે નિષ્ણાતો સાથે ચર્ચા કરવાની વિભાગે તસદી જ લીધી જ નહીં. અંતે તમામ સ્કૂલવર્ધી એસોસિએશનને વિરોધ કરવાની શરૂઆત કરી હતી. આ પછી પણ કોઈ નિરાકરણ ન આવતા એસોસિએશને અંતે અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી છે. રાજકોટ, અમદાવાદ અને સુરતમાં વિવાદ વકરી રહ્યો છે અને સાથે જ અહીં સ્કૂલ અને વાન ચાલકો હડતાળ પર ઉતરી ચૂક્યા છે.. પણ અન્ય લોકોને મુશ્કેલી ન થાય તે પણ જોવું રહ્યું.

સ્કૂલ વાન ચાલક મંડળનું કહેવું છે કે અમે વિદ્યાર્થીના હિતમાં સાથે છીએ. નિયમોથી મુશ્કેલીઓ બધાને છે પણ સાથે બાળકોના હિતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. અમારું કહેવું એટલું છે કે આરટીઓ અમને હાઈકોર્ટના ચુકાદા મુજબ પરમીટ આપે. કોરોનામાં અમે 5-7 બાળકો બેસાડીને સરકારને સહકાર આપ્યો હતો. હવે એને કાયદો બનાવીને હેરાન કરાય છે. સ્કૂલ રીક્ષામાં 6 બાળકો અને વાનમાં 14 બાળકોની છૂટછાટ આપવામાં આવે તે જરૂરી છે. આ સાથે મંડળે એમ પણ કહ્યું છે કે 2 દિવસમાં નિરાકરણ નહીં આવે તો હડતાળ કરવામાં આવશે. જે લોકો વધારે બાળકો બેસાડે છે તેની સામે પોલીસ કાર્યવાહી કરે તે યોગ્ય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IOCL કંપનીની પાઈપ લાઈનમાં કાણું પાડી કરોડોના ઓઈલની કરી ચોરી, બે ભેજાબાજ ભાઈબંધુઓનું કારસ્તાન

આ પણ વાંચો: નવસારી: જાણીતા યુવા બિલ્ડરે બનાવી જોખમી રીલ, વીડિયો થયો વાયરલ

 આ પણ વાંચો: ગાંધીનગરને મળ્યા નવા મહિલા મેયર, કોર્પોરેટર રહેલ મીરા બેન પટેલ બન્યા મેયર