Not Set/ રાજકોટ/ હેલ્મટથી છુટકારા બાદ, ઇ-મેમોનાં વિરોધ આવ્યા લોકો મેદાનમાં

સીટ બેલ્ટ વિરુદ્ધ બાઈક રેલી યોજાઈ ઈમેમોની સળગાવીને હોળી 36 સત્યાગ્રહી દ્વારા જેલ ભરો સત્યાગ્રહ મોટી સંખ્યામાં યુવકો આ રેલીમાં જોડાયા કડક નિયમ વિરુદ્ધ બાઈક રેલીનું આયોજન ગુજરાતમાં બાઇક સવારોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ મળવામાં રાજકોટવાસીઓનો ફાળો મહત્વ પૂર્ણ હતો. રાજકોટમાં ઠેરઠેર અને સતત હેલ્મેટનાં વિરોધમાં દેખાવો અને આવેદનો આપવામાં આવ્યા હતા. રાજકોટવાસીઓ દ્વારા હેલ્મેટનાં વિરોધમાં […]

Gujarat Rajkot
  • સીટ બેલ્ટ વિરુદ્ધ બાઈક રેલી યોજાઈ
  • ઈમેમોની સળગાવીને હોળી
  • 36 સત્યાગ્રહી દ્વારા જેલ ભરો સત્યાગ્રહ
  • મોટી સંખ્યામાં યુવકો આ રેલીમાં જોડાયા
  • કડક નિયમ વિરુદ્ધ બાઈક રેલીનું આયોજન

ગુજરાતમાં બાઇક સવારોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ મળવામાં રાજકોટવાસીઓનો ફાળો મહત્વ પૂર્ણ હતો. રાજકોટમાં ઠેરઠેર અને સતત હેલ્મેટનાં વિરોધમાં દેખાવો અને આવેદનો આપવામાં આવ્યા હતા. રાજકોટવાસીઓ દ્વારા હેલ્મેટનાં વિરોધમાં સહી જુંબેશ પણ ચલાવવામાં આવી હતી અને અંત સરકાર દ્વારા લોકોની લાગણીને માન આપી શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજીયાતનાં કાયદામાં થોડી છુટછાટ આપવામાં આવી હતી. રાજકોટવાસીઓ હવે ઇ-મેમો મામલે હવે મેદાનમાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે.

જી હા રાજકોટમાં આવેલા રેસ કોર્સ ગ્રાઉન્ડ ખાતે સીટ બેલ્ટ, ઇ-મેમો વિરુદ્ધ બાઈક રેલી યોજાઈ હતી. ઈ-મેમોનો સળગાવીને હોળી કરવામાં આવી હતી. તો સાથે સાથે 36 સત્યાગ્રહી દ્વારા જેલ ભરો સત્યાગ્રહ પણ કરવામાં આવ્યો હતો. ઇ-મેમો અને ટ્રાફિકનાં કડક કાયદા પાલનનાં વિરોધમાં કરવામાં આવેલા દેખાવોમાં રાજકોટનાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ખાસ કરીને યુવકો આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. લોકો દ્વારા ટ્રાફિકનાં કડક નિયમ વિરુદ્ધ બાઈક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.