Not Set/ સુરત/ બે હત્યાનો ખુંખાર આરોપી કાર વેચવાં આવતા ઝડપાયો

હરિયાણામાં યુવતી અને જયપુરમાં બાયપાસ એક્સપ્રેસ હાઈવે પર કેબ ચાલકેની હત્યા કરી નાસતો -ફરતો આરોપી ગાડી વેચવા આવતા સુરત શહેરનાં સરથાણા વિસ્તારનાં કાર મેળામાં સસ્તા ભાવે ઈનોવા વેચવા આવતા પકડાઈ ગયો હતો. પોલીસની પૂછપરછમાં તેણે કરેલા ગુનાની કબૂલાતને પગલે હરિયાણા પોલીસને તેનો કબજો આપવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતની સરથાણા પોલીસ પકડમાં આવેલો આ […]

Top Stories Gujarat Surat

હરિયાણામાં યુવતી અને જયપુરમાં બાયપાસ એક્સપ્રેસ હાઈવે પર કેબ ચાલકેની હત્યા કરી નાસતો -ફરતો આરોપી ગાડી વેચવા આવતા સુરત શહેરનાં સરથાણા વિસ્તારનાં કાર મેળામાં સસ્તા ભાવે ઈનોવા વેચવા આવતા પકડાઈ ગયો હતો. પોલીસની પૂછપરછમાં તેણે કરેલા ગુનાની કબૂલાતને પગલે હરિયાણા પોલીસને તેનો કબજો આપવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતની સરથાણા પોલીસ પકડમાં આવેલો આ ઈસમ બે હત્યાની ઘટનાને અંજામ આપીને સુરત ખાતે આવ્યો હતો. જ્યાં પોલીસે તેને ઝડપી પડ્યો હતો. હરિયાણાના રેવારી ખાતે એક યુવતીની હત્યા કરવામાં આવી હતી. ચકચારી હત્યાની આ ઘટનામાં હરિયાણા પોલીસે ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન ગત શનિવારે રાત્રે રાજસ્થાનના જયપુર નજીક અજમેર બાયપાસ એક્સપ્રેસ હાઈવે પર પણ કેબ ડ્રાઈવરની હત્યા કરવામાં આવી હતી. બંને ઘટનામાં સરખી મોડસ ઓપરેન્ડી હોવાનું અને એક જ ગેંગ સામેલ હોવાની શક્યતાને આધારે પોલીસે તપાસ આદરી હતી. તેવામાં સુરત શહેરના સરથાણા વિસ્તારના કાર મેળામાં હરિયાણા અને જયપુર મર્ડરમાં જે ઈનોવા કારનો ઉપયોગ થયો હતો. તે કાર વેચવા આ ઇસમાં આવ્યો હતો.

કાર મેળાના સંચાલકે સ્થાનિક સરથાણા પોલીસને જાણ કરી હતી અને બાદમાં કરાયેલી તપાસમાં ડીએલ – ૦૧ – ઝેડએ – ૮૫૦૮ નંબરની ઈનોવા દિલ્હીથી ચોરાઇ હોવાનું અને આ ઈનોવાનો ઉપયોગ જયપુર અને હરિયાણાના મર્ડરના ગુનામાં થયો હોવાનો ખુલાસો થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.