આજે સોમવારે ભાજપનાં અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે. જેમા માનવામાં આવે છે કે આ માટે ભાજપનાં કાર્યકારી પ્રમુખ જેપી નડ્ડાનું નામ સંભવતઃ નિશ્ચિત છે અને આજે જ જેપી નડ્ડાની તાજપોશી થઇ શકે છે. આ ખાસ પ્રસંગ માટે ઘણા રાજ્યોનાં કાર્યકર્તા દિલ્હી પહોંચ્યા છે. આ સિવાય પક્ષ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રિય સંગઠન સાથે સંકળાયેલા નેતાઓ પણ બપોર સુધીમાં દિલ્હી પહોંચશે. માનવામાં આવી રહ્યું છે કે સોમવારે બપોર સુધીમાં જેપી નડ્ડાને અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરવામાં આવશે.
Delhi: BJP leaders Amit Shah, Rajnath Singh, Nitin Gadkari along with party leaders present at BJP headquarters; The process of nomination for party national president to begin shortly. pic.twitter.com/ixylSJdWof
— ANI (@ANI) January 20, 2020
નડ્ડા લાંબા સમયથી ભાજપનાં અધ્યક્ષ પદ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની પસંદગી તરીકે જોવામાં આવે છે. નડ્ડાએ રાજકારણની શરૂઆત વિદ્યાર્થી રાજકારણથી કરી હતી. સંગઠનમાં તેમનો દાયકાઓનો અનુભવ, આરએસએસ સાથેની તેમની નિકટતા અને તેમની સ્વચ્છ છબી તેમની શક્તિ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘પરીક્ષા પર ચર્ચા’ કાર્યક્રમ પછી વડા પ્રધાન બપોર બાદ ભાજપનાં મુખ્ય કાર્યાલય પહોંચશે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કાર્યકરોને સંબોધન કરશે.
Prime Minister Narendra Modi will felicitate the newly elected Bharatiya Janata Party (BJP) National President, later today at the party headquarters. (file pic) pic.twitter.com/1VjSMCRhgG
— ANI (@ANI) January 20, 2020
શાહે રવિવાર (19 જાન્યુઆરી) નાં રોજ સાંજનાં સમયે ભાજપ શાસિત રાજ્યનાં મુખ્યમંત્રીઓ સહિત ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટીનાં વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. જો કે બેઠકમાં કઈ ચર્ચા થઈ છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ સુત્રોએ જણાવ્યું હતું કે પાર્ટીનાં નેતાઓએ ચૂંટણી પ્રથા અંગે વિગતવાર ચર્ચા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, અમિત શાહનાં અધ્યક્ષનો કાર્યકાળ ગત વર્ષે જાન્યુઆરીમાં પૂર્ણ થયો હતો, પરંતુ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમણે જવાબદારી સંભાળવાનું કહ્યું હતું. મોદી સરકારનાં પ્રથમ કાર્યકાળમાં સ્વાસ્થ્ય મંત્રી તરીકે 50 કરોડ ગરીબોને 5 લાખ રૂપિયા વાર્ષિક ફ્રી સારવારની આયુષ્માન ભારત અને બાળકોનાં રસીકરણ માટે ઈન્દ્રધનુષ જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મૂકનાર જેપી નડ્ડાને કેબિનેટમાં સ્થાન મળ્યું નથી, ત્યારે જ તે સ્પષ્ટ થઈ ગયું હતું કે તેમને ભાજપ સંગઠનની કમાન સોંપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
