Breaking News/ દૂષિત પાણી મુદ્દે AMC એક્શનમાં, 6 કલાકમાં ફરિયાદના નિકાલ માટે નવી SOP અમલમાં

દૂષિત પાણી (Ahmedabad Water Pollution)ની સમસ્યાને લઈને વધતા વિવાદ અને ફરિયાદો બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવી SOP જાહેર કરી છે. હવે એક જ વિસ્તારમાં 5 ફરિયાદ મળતા 6 કલાકની અંદર કાર્યવાહી કરવી ફરજિયાત રહેશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Water Pollution:દૂષિત પાણી મળશે તો તરત ટેન્કર મોકલાશે, AMCનો મોટો નિર્ણય

Ahmedabad News: અમદાવાદ શહેરમાં દૂષિત પાણી (Ahmedabad Water Pollution)ની સમસ્યાને લઈને સતત ઉઠતા પ્રશ્નો અને વધતી ફરિયાદો વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હવે એક્શન મોડમાં આવ્યું છે. નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર દ્વારા નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવી છે.

નવી SOP અનુસાર, કોઈપણ વિસ્તારમાં દૂષિત પાણી (Ahmedabad Water Pollution) અંગે ફરિયાદ મળતા જ સંબંધિત વિભાગોએ તાત્કાલિક કાર્યવાહી કરવી પડશે. ખાસ કરીને એક જ વિસ્તારમાં પાંચ કે તેથી વધુ ફરિયાદો નોંધાય તો 6 કલાકની અંદર સમસ્યાના નિકાલ માટે કામગીરી શરૂ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે.

અધિકારીઓને સોંપાઈ સીધી જવાબદારી

નવી માર્ગદર્શિકા હેઠળ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, સિટી ઇજનેર, એડિશનલ સિટી ઇજનેર, ડેપ્યુટી હેલ્થ ઓફિસર અને હેલ્થ ઓફિસરને જવાબદારી સોંપવામાં આવી છે.ફરિયાદ મળતા જ અસરગ્રસ્ત વિસ્તારમાં પાણીનો પુરવઠો બંધ કરી વૈકલ્પિક રીતે ટેન્કર મારફતે પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવાની રહેશે.

6 કલાકમાં કાર્યવાહી, 12 કલાકે રિપોર્ટ

દૂષિત પાણીના સ્ત્રોતને શોધીને તાત્કાલિક મરામત અથવા લાઈન બદલવાની કામગીરી હાથ ધરવાની રહેશે. સંબંધિત અધિકારીઓએ મશીનરી અને સ્ટાફ તાત્કાલિક તૈનાત કરી સમસ્યાનો ઉકેલ લાવવાનો રહેશે.આ સમગ્ર કામગીરીનું મોનિટરિંગ એડિશનલ સિટી ઇજનેર દ્વારા કરવામાં આવશે અને દર 12 કલાકે ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રિપોર્ટ મોકલવો પડશે.

Ahmedabad Water Pollution
Ahmedabad Water Pollution

ક્લોરીન ટેસ્ટ બાદ જ પાણી પુરવઠો શરૂ થશે

પાણીની લાઈનની સફાઈ અને વોશઆઉટ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ પાણીનો પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે. તે પહેલાં પાણીમાં જરૂરી પ્રમાણમાં ક્લોરીન હોવાનું નિશ્ચિત કરવામાં આવશે.

સોસાયટીઓ અને ચાલીઓમાં વિશેષ અભિયાન

ડેપ્યુટી હેલ્થ ઓફિસરને અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર-ટુ-ડોર સર્વે કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.સાથે જ અંડરગ્રાઉન્ડ ટાંકીમાં સંગ્રહિત દૂષિત પાણી (Ahmedabad Water Pollution)નો નિકાલ, પાણીની ટાંકીની સફાઈ, ક્લોરીન ગોળીઓનું વિતરણ અને તેના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

કાયમી ઉકેલ માટે અલગ કાર્યવાહી

જો કોઈ વિસ્તારમાં વારંવાર દૂષિત પાણી (Ahmedabad Water Pollution)ની ફરિયાદો આવે તો કાયમી ઉકેલ માટે વોટર સપ્લાય વિભાગ અને ઝોન કચેરી દ્વારા સંકલન કરીને વિશેષ કાર્યવાહી કરવામાં આવશે.AMCની આ નવી SOP બાદ હવે નાગરિકોની ફરિયાદોના ઝડપી નિકાલ અને દૂષિત પાણીની સમસ્યાના કાયમી ઉકેલ પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો:ઘાટલોડિયામાં દૂષિત પાણીથી 700 લોકો બીમાર,સ્થાનિકોએ ભાજપના કોર્પોરેટરોનો ઉધડો લીધો

આ પણ વાંચો:અમદાવાદમાં પાણી માટે હાહાકાર, પ્રદૂષિત પાણીથી લોકો પરેશાન

આ પણ વાંચો:શરીર પર મચ્છરદાની અને દૂષિત પાણી સાથે કોંગ્રેસ ઉમેદવારનો ફોર્મ ભરી વિરોધ