Navsari News/ શરીર પર મચ્છરદાની અને દૂષિત પાણી સાથે કોંગ્રેસ ઉમેદવારનો ફોર્મ ભરી વિરોધ

મચ્છરદાની અને દૂષિત પાણી દ્વારા પ્રતિકાત્મક રીતે વિરોધ(Protest) નોંધાવ્યો હતો

Gujarat Others
નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના ઉમેદવારે અનોખા અંદાજમાં વિરોધ (Protest)નોંધાવ્યો હતો.

Navsari News : નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના ઉમેદવારે અનોખા અંદાજમાં વિરોધ (Protest)નોંધાવ્યો હતો. 11 એપ્રિલ, 2026ના રોજ વોર્ડ નંબર 6માંથી કોંગ્રેસના ઉમેદવાર પિયુષ ઢીમ્મરે મચ્છરદાની ઓઢીને અને હાથમાં દૂષિત પાણીની બોટલ લઈને જિલ્લા પંચાયત કચેરીએ પહોંચીને પોતાનું ઉમેદવારીપત્ર દાખલ કર્યું હતું.

ઉમેદવારના આ અનોખા વિરોધ પાછળ શહેરમાં વધતા મચ્છરોના ઉપદ્રવ અને ગંદા પાણીની સમસ્યાનો મુદ્દો હતો. તેમનું કહેવું છે કે નવસારીમાં લાંબા સમયથી આ સમસ્યાઓ યથાવત છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. છતાં પણ સંબંધિત તંત્ર દ્વારા પૂરતી અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે કરોડો રૂપિયાના બજેટ હોવા છતાં શહેરને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. આ કારણે તેમણે મચ્છરદાની અને દૂષિત પાણી દ્વારા પ્રતિકાત્મક રીતે વિરોધ નોંધાવ્યો હતો.

આ રીતે ઉમેદવારીપત્ર દાખલ કરીને કોંગ્રેસના ઉમેદવારે મહાનગર પાલિકાની ચૂંટણીમાં પ્રવેશ કર્યો છે અને સાથે સાથે શહેરની મૂળભૂત સમસ્યાઓને લઈને ભાજપ સરકાર અને તંત્ર પર નિશાન સાધ્યું છે.


આ પણ વાંચો:આણંદમાં ચૂંટણી પહેલા ભાજપને મોટી લીડ, અનેક બેઠકો બિનહરીફ જીત

આ પણ વાંચો:ફોર્મ ભરતી વખતે કોંગ્રેસ ઉમેદવારના પતિની હરિયાણા પોલીસ દ્વારા અટકાયત

આ પણ વાંચો:ફોર્મ ન ભરાતા AAP મહિલા ઉમેદવારનો આત્મહત્યાનો પ્રયાસ