New Delhi News : Newsકેન્દ્ર સરકારએ સ્થાનિક બજારમાં ઈંધણની ઉપલબ્ધતા જાળવવા અને વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક્સપોર્ટ ડ્યુટીમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. 11 એપ્રિલ, 2026ના રોજ જાહેર કરાયેલા સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન મુજબ ડીઝલ(Diesel) અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરના નિકાસ વેરામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
સરકારના નવા નિર્ણય અનુસાર, ડીઝલ પરની એક્સપોર્ટ ડ્યુટી ₹21.5 પ્રતિ લિટરથી વધારીને ₹55.5 પ્રતિ લિટર કરી દેવામાં આવી છે, જે મોટો વધારો માનવામાં આવે છે. તેમજ વિમાનોમાં ઉપયોગમાં લેવાતા ATF પરનો વેરો ₹29.5 પ્રતિ લિટરથી વધારીને ₹42 પ્રતિ લિટર કરવામાં આવ્યો છે.

બીજી તરફ, પેટ્રોલના નિકાસ વેરામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે અગાઉની જેમ જ શૂન્ય જ રાખવામાં આવ્યો છે.
આ નવા દરો તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયા છે. સરકારના આ પગલાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણની નિકાસ કરતા રિફાઈનર્સ પર અસર થવાની શક્યતા છે, પરંતુ સ્થાનિક બજારમાં ઈંધણનો પુરવઠો સ્થિર રાખવામાં મદદ મળશે
