Russia-Ukraine war/ રશિયાએ પણ બ્રિટનની ફલાઇટ માટે એરસ્પેસ બંધ કર્યુ,જાણો વિગત

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે બ્રિટિશ એરલાઈન્સને રશિયામાં ઉતરાણ કરવા અથવા તેના એરસ્પેસનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો

Top Stories World

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે બ્રિટિશ એરલાઈન્સને રશિયામાં ઉતરાણ કરવા અથવા તેના એરસ્પેસનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પગલું બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના પગલાંના જવાબમાં લેવામાં આવ્યું હતું જેમાં તેમણે રશિયન એરલાઇન એરોફ્લોટને યુકેમાં એરસ્પેસ આપવાનો ઇનકાર કર્યો હતો.

 યુક્રેન પર મોસ્કોના આક્રમણના જવાબમાં બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને રશિયાની રાષ્ટ્રીય એરલાઇન એરોફ્લોટ પર દેશમાં ઉતરાણ કરવા પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.ઉલ્લેખનીય છે કે  રશિયન એરલાઈન્સ સામાન્ય રીતે એરોફ્લોટ તરીકે ઓળખાય છે. તે રશિયન ફેડરેશનની ધ્વજવાહક અને સૌથી મોટી એરલાઇન છે. એરોફ્લોટ વર્ષ 1923 માં શરૂ થયેલ, વિશ્વની સૌથી જૂની ઓપરેટિંગ એરલાઇન્સમાંની એક છે.

બ્રિટિશ એરલાઇન્સ પર પ્રતિબંધ અંગે યુકેના સંરક્ષણ સચિવ બેન વોલેસે કહ્યું, “આ પ્રતિબંધ બદલો લેવા માટે લગાવવામાં આવ્યો છે, કારણ કે ગુરુવારે અમે એરોફ્લોટને યુનાઇટેડ કિંગડમ એરસ્પેસ અને લેન્ડિંગનો ઉપયોગ કરતા અટકાવ્યો હતો.બ્રિટિશ એરવેઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રશિયન પ્રમુખ પુતિને યુકેની ફ્લાઇટ્સ અટકાવી હતી અને કહ્યું હતું કે તે તેના મુસાફરોને રદ કરાયેલી ફ્લાઇટ્સ વિશે સૂચિત કરી રહ્યું છે અને ટિકિટની સંપૂર્ણ રકમ પરત કરશે. નોંધનીય છે કે યુકેની બ્રિટિશ એરવેઝ લંડન અને મોસ્કો વચ્ચે ઘણી ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે.