- આજથી ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી
- રાજ્યમાં બારે મેઘ ખાંગાની કરી આગાહી
- હવામાન વિભાગ દ્વારા કરાઇ જાહેરાત
- આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં પડશે ભારે વરસાદ
- સૌરાષ્ટ્ર, દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
- 24 થી 26 જુલાઈ અતિભારે વરસાદની આગાહી
- અમદાવાદ-ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી
- આગાહીને પગલે રાજ્યના અનેક શહેરોમા તૈયારીઓ સજ્જ
- સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં NDRFની ટીમો સ્ટેન્ડબાય
ચોમાસાની ઋતુ શરૂ થઇ ગઇ છે, પરંતુ આજે પણ ગુજરાતમાં ઘણા એવા વિસ્તારોમાં મેેઘરાજા મન મુકીને વરસ્યા નથી. ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજથી ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે.

હવામાન વિભાગ દ્વારા કરાઇ જાહેરાત
આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં ઘણા એવા વિસ્તારો છે જ્યા વરસાદ ખૂબ પડ્યો છે, પરંતુ આજે પણ ઘણા એવા એરિયા છે કે જ્યા વરસાદ સંત કૂકડી જ રમી રહ્મો છે. ખાસ કરીને અમદાવાદ, રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં પણ વરસાદ ઝરમર પડીને બંધ થઇ જાય છે. જો કે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં બારે મેધ ખાંગશે. આગામી ર દિવસ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છેે. વળી આવતી કાલે એેટલે કેે, 24 થી 26 જુલાઇ સુધીમાં અતિ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આ આગાહીનાં પગલે રાજ્યનાં અનેક શહેરોમાં તૈયારીઓ સજજ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં NDRF ની ટીમો સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે.
રાજકારણ / મીનાક્ષી લેખીએ ખેડૂતોને મવાલી કહ્યા બાદમાં વિવાદ વધ્યો તો માંગી માફી

ક્યાં ક્યાં પડી શકે વરસાદ?
આપને જણાવી દઇએ કે, નવસારી, વલસાડ અને ડાંગમાં આજે અને આવતી કાલે એટલે કે 23 અને 24 જુલાઈનાં રોજ વરસાદ પડવાની પૂરી સંભાવનાઓ છે.

આપને જણાવી દઇએ કે, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં રવિવારે એટલે કે 25 જુલાઈનાં રોજ વરસાદ પડવાની પૂરી સંભાવનાઓ છે.

વેબસાઇટ ઠપ / ભારત સહિત સમગ્ર વિશ્વમાં અનેક વેબસાઇટ થઇ ઠપ
આપને જણાવી દઇએ કે, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં રવિવારે એટલે કે 25 જુલાઈનાં રોજ વરસાદ પડવાની પૂરી સંભાવનાઓ છે.

આપને જણાવી દઇએ કે, સુરત, નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં રવિવારે એટલે કે 25 જુલાઈનાં રોજ વરસાદ પડવાની પૂરી સંભાવનાઓ છે.

આપને જણાવી દઇએ કે, જૂનાગઢ અને ગીર સોમનાથ સોમવારે એટલે કે 26 જુલાઈનાં રોજ વરસાદ પડવાની પૂરી સંભાવનાઓ છે.

ગુજરાતમાં સરેરાશ વરસાદ
ગુજરાતમાં ચોમાસાની ઋતુ શરૂ થઇ ગઇ છે. ત્યારે આ ચોમાસાની મોસનો સરેરાશ વરસાદની વાત કરીએ તો તે 25.79 ટકા પડ્યો છે. કચ્છ ઝોનનો સરેરાશ વરસાદ 27.04 ટકા, ઉત્તર ગુજરાત ઝોનનો સરેરાશ વરસાદ 19.28 ટકા, મધ્ય-પૂર્વઝોનનો સરેરાશ વરસાદ 21.90 ટકા, સૌરાષ્ટ્ર ઝોનનો સરેરાશવરસાદ 24.04 ટકા અને દક્ષિણ ઝોનનો સરેરાશ વરસાદ 31.75 ટકા પડ્યો છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
