સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી એક યુવતીએ ભાવનગરના આર્મીમેન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતી એ આર્મીમેન પર આરોપ લગાવ્યો છે કે આર્મીમેન તેને લગ્નની લાલચ આપીને ઘણીવાર શારીરિક સબંધ બાંધ્યો હતો. જ્યારે યુવતીએ લગ્ન કરવાનું કહ્યું ત્યારે આર્મીમેને લગ્નની ના પડી અન્ય યુવતી સાથે સગાઇ કરી લેતા યુવતીએ આર્મીમેન વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી અને ઓર્કેસ્ટ્રા સિંગર તરીકે કામ કરતી યુવતીની ઓળખ એક કાર્યક્રમ દરમિયાન 2018માં આર્મીમેન સાથે થઇ હતી. મૂળ ભાવનગર, તળાજાના નેરીયા ગામના વતની હરપાલસિંહ સહદેવસિંહ ગોહિલ યુવતીનો મોબાઈલ નંબર લીધો હતો. ત્યારબાદ બંને વચ્ચે ફેસબુક અને મોબાઈલ પર વાતચીતનો સિલસિલો શરૂ થઇ ગયો હતો.
બંને વચ્ચે વાતો વધતા બંન્નેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો અને અવારનવાર બન્ને એકબીજાને મળવા લગ્યા હતા. હરપાલસિંહે યુવતીને લગ્નની લાલચ આપીને સુંવાલી તથા ડુમસ બીચ પર લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો.
યુવતી સાથે અનેકવાર શરીરસુખ માણ્યા બાદ હરપાલસિંહે તેણીને અલગ થઇ જવાનું કહીને બીજી યુવતી સાથે સગાઈ કરી લીધી હતી.યુવતીને આ અંગેની જાણ થતાં તેની સાથે થયેલી છેતરપિંડી અંગે તેણી આર્મી જવાન વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
