Rajkot News/ રાજકોટમાં મેગા ડિમોલિશનનો બીજો દિવસ, કામગીરી અંતિમ તબક્કામાં

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકાનું “ઓપરેશન જંગલેશ્વર” અંતિમ તબક્કામાં. 1,489 ગેરકાયદેસર મિલકતોમાંથી 1,119 તોડી પડાઈ (Mega Demolition), 300 મિલકતો આજે તોડાશે.

Top Stories Gujarat Rajkot Breaking News
Mega Demolition

Rajkot News:રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકાની મેગા ડિમોલિશન ઝુંબેશ (Mega Demolition) તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 1,489 મિલકતોમાંથી 1,119 મિલકતો તોડી પાડવામાં આવી છે, અને બાકીની 300 મિલકતો આજે (24 ફેબ્રુઆરી) બપોરે 3 વાગ્યે તોડી પાડવામાં આવશે.

ગઇકાલે શહેરમાં હાથ ધરાયેલા “ઓપરેશન જંગલેશ્વર” ડિમોલિશન (Mega Demolition) માટે દોઢ મહિનાથી પૂર્વ તૈયારી કરવામાં આવી હતી. ડિમોલિશન શરૂ થતાં જ પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને ડીસીપી બાંગરવાએ ફૂટ માર્ચ કરી સ્થિતિનું નિરીક્ષણ કર્યું. સમગ્ર કામગીરી માટે 4 DCP, 17 SP, 35 PI, 140 PSI અને આશરે 1000 પોલીસ જવાનો ખડેપગે તહેનાત રાખવામાં આવ્યા હતા. સાથે જ એસઆરપી અને એસએએફની 11 ટીમો, 3 ક્યુઆરટી અને 22 પ્રિઝન યુનિટ તૈયાર રાખવામાં આવ્યા હતા.

કોર્પોરેશનના 2250 કર્મચારીઓ અને PGVCLના 240 કર્મચારીઓનો કાફલો જંગલેશ્વર વિસ્તારમાં ફરજ પર મુકાયો હતો, જ્યારે ત્રણ ડ્રોન ટીમોની મદદથી સમગ્ર ઓપરેશન પર સતત નજર રાખવામાં આવી રહી હતી. પોલીસ, કોર્પોરેશન અને હેલ્થ વિભાગ માટે યલો, ગ્રીન અને ઓરેન્જ જેકેટના કલર કોડથી ઓળખ સુનિશ્ચિત કરવામાં આવી અને સેક્ટરવાઇઝ સંકલન સાથે કામગીરી હાથ ધરાઈ.

ડિમોલિશન (Mega Demolition)ની જગ્યા પર કડક સુરક્ષા વ્યવસ્થા  

જંગલેશ્વર સહિત નદીકાંઠાના રહેવાસીઓને વર્ષ 2010માં 2800 આવાસ અપાયા હોવા છતાં ગેરકાયદેસર બાંધકામો ઉભા થયા હતા. સંભવિત પથ્થરમારો અથવા રાજકીય વિરોધની ધારણા વચ્ચે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી. 15 નાયબ મામલતદારને મેજિસ્ટ્રેટ પાવર્સ સાથે તહેનાત કરવામાં આવ્યા હતા. કર્મચારીઓ માટે ચા, પાણી, કેળા, બિસ્કિટ અને ભોજનની સમયાંતરે વ્યવસ્થા કરવામાં આવી. ડિમોલિશન (Mega Demolition) દરમિયાન બબ્બે-ત્રણ માળના એસી સુવિધાવાળા લક્ઝુરિયસ બંગલા પણ નજરે પડ્યા, જ્યારે ત્રણ માળના કારખાનાને તોડવામાં હિટાચી મશીનને પણ ભારે મહેનત કરવી પડી.

કામગીરી દરમિયાન મહિલા સહિત બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા અને કાટમાળ ધરાશાયી થતાં કોર્પોરેશનનો એક કર્મચારી માંડ બચ્યો હતો. ડિમોલિશન (Mega Demolition) બાદ જંગલેશ્વરમાં વસવાટ કરતા અનેક શ્રમિકોએ શાપર-વેરાવળ, મેટોડા અને હડાળાની તરફ વાટ પકડી, જ્યારે કેટલાક પરપ્રાંતીયોને સ્થાનિક કારખાનેદારોએ હંગામી આશરો આપ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

જંગલેશ્વર વિસ્તારમાં સતત બીજા દિવસે પણ ડિમોલિશનનું (Mega Demolitionકામ ચાલુ છે.નદી કિનારે બનેલા કોંક્રિટના મકાનો ત્રણથી ચાર માળ ઊંચા અને લોડબેરિંગ હોવાથી, તેમને JCB વડે તોડી શકાતા નથી, તેમને તોડી પાડવા માટે હિટાચી મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવતાં જંગલેશ્વર વિસ્તારમાં વર્ષોથી રહેતી મહિલાઓ રડી પડી હતી. મોટાભાગની મહિલાઓ આગળ ક્યાં જવું તેની ચિંતામાં હતી.


આ પણ વાંચો:રાજકોટમાં મેગા ડિમોલિશન શરૂ, જંગલેશ્વર વિસ્તારમાં 1,400થી વધુ ગેરકાયદેસર મિલકતો પર ફરશે બુલડોઝર

આ પણ વાંચો:રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ, સોમવારે 1400થી વધુ ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફરશે

આ પણ વાંચો:રાજકોટના ધોરાજીમાં મેગા ડિમોલિશન કરી 3.70 કરોડની જમીન ખુલ્લી કરાઈ