Rajkot News/ રાજકોટમાં મેગા ડિમોલિશન શરૂ, જંગલેશ્વર વિસ્તારમાં 1,400થી વધુ ગેરકાયદેસર મિલકતો પર ફરશે બુલડોઝર

રાજકોટમાં મેગા ડિમોલિશન (Demolition) ઝુંબેશ શરૂ. જંગલેશ્વર અને આજી નદી પટ્ટામાં 1,400થી વધુ ગેરકાયદેસર અતિક્રમણ દૂર થશે. RMC અને પોલીસનો વિશાળ બંદોબસ્ત.

Top Stories Gujarat Rajkot Breaking News
Demolition

Rajkot News:આજ થી (21 ફેબ્રુઆરી) રાજકોટમાં મેગા ડિમોલિશનની (Demolition) કામગીરી શરૂ થઈ ગઈ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ જંગલેશ્વર સહિત રાજકોટના અનેક વિસ્તારોમાં 1,400 થી વધુ ગેરકાયદેસર મિલકતોને તોડી પાડવા માટે તૈયાર છે.શહેરના ભક્તિનગર સર્કલ નજીક શેઠ હાઇસ્કૂલ ખાતે મોટા કોર્પોરેશનના 1,200 થી વધુ અધિકારીઓ અને પોલીસ વિભાગના 1,500 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત છે.

જંગલેશ્વરમાં ડિમોલેશનને લઈ સ્થાનિકોમાં ચિંતા (Demolition)

હાલમાં  રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરી વિકાસ યોજના નંબર 6 હેઠળ જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા અને ટીપી રોડના 15-મીટરના પટ પર ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવાનો આદેશ આપ્યો હતો.જ્યાં ડિમોલિશનને (Demolition) સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે.

લોકોએ સ્વયંભૂ મકાન ખાલી કરવાનું શરૂ કર્યું

ગત મંગળવારના (18 ફેબ્રુઆરી) રોજ મહાનગરપાલિકાએ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે 23 ફેબ્રુઆરીની સવારથી જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના કિનારે 1,492 ગેરકાયદેસર અતિક્રમણને બુલડોઝર દ્વારા દૂર કરીને મેગા ડિમોલિશન (Demolition) ઝુંબેશ હાથ ધરવામાં આવશે.આ માટે, તમામ વિભાગો સાથે સંકલન કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અધિકારીઓ વિસ્તારના લોકોને બે દિવસમાં જાતે જ પોતાના ઘર ખાલી કરવા સૂચના પણ આપી રહ્યા છે, અન્યથા કોઈપણ જાનમાલના નુકસાન માટે વહીવટીતંત્ર જવાબદાર રહેશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.


આ પણ વાંચો:રાજકોટમાં ‘વિકાસ’ કે ‘વિનાશ’? જંગલેશ્વરમાં 1358 પરિવારો પર ડિમોલિશનની તલવાર

આ પણ વાંચો:રાજકોટના ધોરાજીમાં મેગા ડિમોલિશન કરી 3.70 કરોડની જમીન ખુલ્લી કરાઈ

આ પણ વાંચો:1358 પરિવારોના આશિયાના હાલ પૂરતા બચી ગયા! જંગલેશ્વર ડિમોલિશન પર હાઇકોર્ટની રોક