ભાવ વધારો/ ઓઈલ કંપનીઓ આજે ફરી વધાર્યા પેટ્રોલ અને ડીઝલનાં ભાવ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

પેટ્રોલ અને ડીઝલનાં ભાવથી પરેશાન લોકોને આજે પણ કોઈ રાહત મળી નથી. ઓઈલ કંપનીઓએ આજે ​​ફરી કિંમતોમાં વધારો કર્યો છે.

Top Stories Business
પેટ્રોલ-ડીઝલ

પેટ્રોલ અને ડીઝલનાં ભાવ દરરોજ વધી રહ્યા છે. દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં ઈંધણનાં ભાવમાં વધારો થયો છે. ઓઈલ કંપનીઓએ આજે ​​પેટ્રોલનાં ભાવમાં 30 પૈસા અને ડીઝલનાં ભાવમાં 35 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે.

પેટ્રોલ

આ પણ વાંચો – મોટા સમાચાર / મુકેશ અંબાણીએ રચ્યો નવો ઈતિહાસ, કમાણીનો તોડ્યો એવો રેકોર્ડ કે આ List માં થઇ એન્ટ્રી

પેટ્રોલ અને ડીઝલનાં ભાવથી પરેશાન લોકોને આજે પણ કોઈ રાહત મળી નથી. ઓઈલ કંપનીઓએ આજે ​​ફરી કિંમતોમાં વધારો કર્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 30 પૈસા અને ડીઝલ 35 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. IOCL અનુસાર, દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 103.84 રૂપિયા અને ડીઝલની કિંમત 92.47 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. વળી, મુંબઈમાં પેટ્રોલ 109.83 રૂપિયા અને ડીઝલ 100.29 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈની વાત કરીએ તો અહીં પેટ્રોલ 101.27 રૂપિયા અને ડીઝલ 97.93 રૂપિયા પ્રતિ લીટરમાં વેચાઈ રહ્યું છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલ 104.52 રૂપિયા અને ડીઝલ 95.28 રૂપિયા પ્રતિ લીટર છે. આ દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. એક તરફ કાચા તેલની માંગ વધી રહી છે. બીજી બાજુ, તેના પુરવઠા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. તેના કારણે ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં WTI ક્રૂડનાં ભાવ લગભગ અઢી ટકા વધ્યા હતા. નવેમ્બર 2014 પછી આ પ્રથમ વખત છે જ્યારે યુએસ ક્રૂડની કિંમત 80 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. જો કે, તે ટ્રેડિંગની સમાપ્તિ સુધી ટકી શક્યુ નહોતુ અને તે સમયે ફરીથી $ 80 ની નીચે સરકી ગયુ હતુ.

જાણો દેશનાં કેટલાક શહેરો જ્યા પેટ્રોલ અને ડીઝલનો ભાવ શું છે?

દિલ્હીમાં પેટ્રોલ 103.84 રૂપિયા અને ડીઝલ 92.47 રૂપિયા પ્રતિ લીટર, મુંબઈમાં પેટ્રોલ 109.83 રૂપિયા અને ડીઝલ 100.29 રૂપિયા પ્રતિ લીટર, ચેન્નઈમાં પેટ્રોલ 101.27 રૂપિયા અને ડીઝલ 96.93 રૂપિયા પ્રતિ લીટર, કોલકાતામાં પેટ્રોલ 104.52 રૂપિયા અને ડીઝલ 95.58 રૂપિયા પ્રતિ લીટર, ભોપાલમાં પેટ્રોલ 112.38 રૂપિયા અને ડીઝલ 101.54 રૂપિયા પ્રતિ લીટર, જયપુરમાં પેટ્રોલ 110.92 રૂપિયા અને ડીઝલ 101.94 રૂપિયા પ્રતિ લીટર, બેંગલુરુમાં પેટ્રોલ 107.46 રૂપિયા અને ડીઝલ 98.15 રૂપિયા પ્રતિ લીટર, લખનઉમાં પેટ્રોલ 100.89 રૂપિયા અને ડીઝલ 92.90 રૂપિયા પ્રતિ લીટર, પટનામાં પેટ્રોલ 106.94 રૂપિયા અને ડીઝલ 99 રૂપિયા પ્રતિ લીટર, ગંગાનગરમાં પેટ્રોલ 115.86 રૂપિયા અને ડીઝલ 106.48 રૂપિયા પ્રતિ લીટર, અનુપપુરમાં પેટ્રોલ રૂ. 115.20 અને ડીઝલ રૂ. 104.15 પ્રતિ લીટર, પુણેમાં પેટ્રોલ 109.37 રૂપિયા અને ડીઝલ 98.31 રૂપિયા પ્રતિ લીટર, રાયપુરમાં પેટ્રોલ રૂ. 101.73 અને ડીઝલ રૂ. 99.97 પ્રતિ લીટર, અમદાવાદમાં પેટ્રોલ 100.62 રૂપિયા અને ડીઝલ 99.66 રૂપિયા પ્રતિ લીટર, ચંદીગઢમાં પેટ્રોલ 99.95 રૂપિયા અને ડીઝલ 92.20 રૂપિયા પ્રતિ લીટર, દેહરાદૂનમાં પેટ્રોલ રૂ .100.00 અને ડીઝલ રૂ. 93.32 પ્રતિ લીટર અને ગુવાહાટીમાં પેટ્રોલ 99.77 રૂપિયા અને ડીઝલ 92.05 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યુ છે. ઓક્ટોબરમાં પેટ્રોલ 2.20 રૂપિયા અને ડીઝલ 2.60 રૂપિયા મોંઘુ થયું છે

પેટ્રોલ અને ડીઝલ

આ પણ વાંચો – વરસાદ /  નોરતાનાં બીજા દિવસે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રાત્રે ખેલૈયાઓનાં રંગમાં પડી શકે છે ભંગ

આપને જણાવી દઈએ કે, તમે ઘરે બેઠા તમારા મોબાઈલ ફોનથી ફક્ત એક SMS મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ચકાસી શકો છો. આ માટે, તમારે ફક્ત તમારા મોબાઇલ નંબર પરથી 92249 92249 પર એક એસએમએસ મોકલવાનો છે, જે પછી તે દિવસની નવીનતમ કિંમતો તમને સંદેશનાં રૂપમાં મોકલવામાં આવશે. આ મેસેજ કરવા માટે, તમારે RSP <space> પેટ્રોલ પંપ ડીલર કોડ 92249 92249 પર મોકલવો પડશે. જો તમે દિલ્હીમાં છો અને મેસેજ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણવા માંગો છો, તો તમારે RSP 102072 ને 92249 92249 પર મોકલવો પડશે.