MANTAVYA Vishesh/ સિટિઝન ફ્રેન્ડલી વહીવટી અભિગમમાં પ્રવીણ છે IAS અધિકારી પ્રવીણ ચૌધરી

તંત્રનો હિસ્સો બનીને જ પરિવર્તન લાવી શકાય તેવી IAS Praveen Chaudharyની પ્રબળ માન્યતા

Mantavya Vishesh
IAS Praveen Chaudhary: સિટિઝન ચાર્ટરને જ કામગીરીનો મુદ્રાલેખ માને છે

IAS Praveen Chaudhary: 21મી સદીમાં સિટીઝન ફ્રેન્ડલી વહીવટી અભિગમ વગર આધુનિક પ્રજાતંત્રની આકાંક્ષા પૂરી કરી શકાતી નથી તેમ 2014ની બેચના ગુજરાતી કેડરના IAS અધિકારી પ્રવીણ ચૌધરી (IAS Praveen Chaudhary) સ્પષ્ટપણે માને છે. તેથી જ તેમણે સિટિઝન ચાર્ટર એટલે કે નાગરિકોની મૂળભૂત સગવડો પૂરી પાડવાના ધ્યેયને તેમનો મુદ્રાલેખ બનાવી દીધો છે. શહેરોમાં વસતા નાગરિકોને જો મૂળભૂત સગવડો ના મળે તો પછી શહેરોમાં રહેવાનો કોઈ અર્થ નથી. મૂળભૂત જરૂરિયાતો પૂરી થયા પછી જ બીજી વાતોનું મહત્વ છે તેમ તે સ્પષ્ટપણે માને છે.

IAS Praveen Chaudhary

નવી પેઢીની આકાંક્ષા મુજબનું તંત્ર બનાવવા સનદી અધિકારી બન્યા

IAS Praveen Chaudharyએ રાજસ્થાનમાં એમટેક કર્યુ અને પ્રોફેસર તરીકેની શાંતિની નોકરી ન કરી પણ વહીવટી અધિકારીની નોકરી કરવાનું પસંદ કર્યુ તેનું મૂળભૂત કારણ એ છે કે તેઓ માને છે કે જો કોઈ તંત્રમાં ફેરફાર કરવા હોય તો તેનો હિસ્સો બનીને જ ફેરફાર કરી શકાય છે. તેના અંગે બહાર બેઠા રહીને ટિપ્પણી કરવાથી કશું થવાનું નથી. તે ફક્ત સમયનો બગાડ છે.વહીવટીતંત્રને નવી પેઢીની આકાંક્ષા મુજબનું બનાવવા માટે તે પોતે ઉચ્ચાભ્યાસ પછી પણ કોર્પોરેટ જોબ્સ ન કરતાં વહીવટી સેવામાં જોડાયા. તે સ્પષ્ટપણે માને છે કે જો કોઈ વ્યક્તિ કંપનીઓ ઊભી કરી શકતા હોય તો પછી પ્રજા માટે સરકારના નવાનવા વિભાગો પણ કેમ ન બની શકે.

IAS Praveen Chaudhary

વહીવટીતંત્રને નવો ઓપ આપવા નવા લોકોએ જોડાવવું જરૂરી

વહીવટીતંત્રમાં નવા પ્રાણ પૂરવા હોય તો તેમા નવુ લોહી આવે તે પણ તેટલું જ જરૂરી છે. આના પગલે જ તે સરકારી અધિકારી બન્યા. ગુજરાતમાં વહીવટી અધિકારી તરીકે એવા મુશ્કેલ કેસો ઉકેલવા માંડ્યા છે કે સરકારી વર્તુળોની સાથે-સાથે પ્રજામાં પણ તે સન્માનની નજરે જોવાઈ રહ્યા છે. ગુજરાતમાં આજે જમીન મહેસૂલના કેસોને ઉકેલવામાં તેઓ જાણીતું નામ બની ગયું છે. જમીન મહેસૂલના કેસો ઉકેલવામાં તેમણે જબરદસ્ત પ્રવીણતા કેળવી છે.

IAS Praveen Chaudhary

IAS Praveen Chaudharyએ આણંદમાં એક જ મહિનામાં જમીન મહેસૂલના 250 કેસ ઉકેલ્યા

ગુજરાતમાં જમીન મહેસૂલને લગતી તકલીફો કોઈપણ સનદી અધિકારી માટે માથાના દુઃખાવા સમાન મનાય છે. જમીન મહેસૂલની ગૂંચવણોની વાત આવે એટલે ભલભલા સરકારી અધિકારી માથું ખંજવાળતા થઈ જાય છે. તેઓ પણ વિચારે છે કે આનો નીવેડો કઈ રીતે લાવો. આ સંજોગોમાં જો કોઈ અધિકારી જમીન મહેસૂલને લગતા પ્રશ્નોનો ધડાધડ નિકાલ કરવા લાગે તો સ્થાનિક વહીવટીતંત્રથી લઈને લોકો તેના પર ઓળઘોળ થઈ જાય તે સ્વાભાવિક છે. પ્રવીણ ચૌધરી આવા જ અધિકારી છે.

IAS Praveen Chaudhary

IAS Praveen Chaudharyએ આણંદના કલેક્ટર તરીકે એક જ મહિનામાં 250 જેટલા જમીન મહેસૂલના કેસો ઉકેલતા સરકારી તંત્ર પણ આંચકો પામ્યુ હતુ. તંત્ર પણ વિચારતું થઈ ગયું હતું કે આટલા સમયથી પડતર એવા જમીન મહેસૂલના કેસોનો કેટલી સલૂકાઈથી પ્રવીણ ચૌધરીએ નિકાલ કર્યો અને તે પણ વિક્રમજનક સમયમાં નિકાલ કર્યો. તેના કારણે આણંદની પ્રજા પણ ખુશ થઈ ગઈ છે. કેસોનો નિકાલ થવાથી તેમના બિનજરૂરી કોર્ટના ધક્કા અટકી ગયા છે. નોકરીઓમાં દહાડા પડતા બંધ થઈ ગયા છે.

IAS Praveen Chaudhary

જમીન મહેસૂલના કેસો ઉકેલાતા સરકારી સંસાધનો પણ બિનજરૂરી કાયદાકીય પ્રક્રિયામાં વેડફાતા અટક્યા

પ્રવીણ ચૌધરી (IAS Praveen Chaudhary)એ પણ જણાવ્યું હતું કે જમીન મહેસૂલના કેસો એવા છે કે તે વ્યક્તિની વર્તમાન મિલકતને પણ નુકસાન કરે છે. તેથી તેનો નીવેડો આવતા તેની મિલકત બોજામુક્ત થાય છે. આ મિલકતને તે વેચી શકે છે તેના પર લોન લઈ શકે છે, તેનો કારોબાર માટે પણ ઉપયોગ કરી શકે છે. આ સિવાય મિલકત કોઈના નામે પણ કરી શકે છે અને તેમા પાવર ઓફ એટર્ની પણ આપી શકે છે. આમ તે મિલકત પર મુક્તમને બધા અધિકાર ભોગવી શકે છે જે વિવાદમાં રહેવા દરમિયાન ભોગવી શક્યો ન હોત.

IAS Praveen Chaudhary

બીજી બાજુએ સરકારને પણ આ કેસો ઉકેલાઈ જતાં સરકારી કર્મચારીઓનો બિનજરૂરી સમય જેમા વેડફાતો હતો તે બચતા તેને બીજા વાળવાના કારણે ફાયદો થયો છે. IAS Praveen Chaudharyએ આ કૌશલનો ઉપયોગ સરકાર જ્યાં-જ્યાં પણ બિનજરૂરી અને કોઈપણ કારણ વગરની કાયદાકીય પ્રક્રિયામાં રોકાયેલી લાગી હોય તેમાથી કાઢવામાં કર્યો છે, તેના કારણે સરકારના સંસાધનો પણ અવાંછિત કાયદાકીય પ્રક્રિયા પાછળ વેડફાતા અટક્યા છે. તેઓ તેમના આ કામને સિટિઝન ચાર્ટરનો અને જનસુખાકારીમાં વધારો કરતું મહત્વનું પગલું માને છે અને આ જ કામગીરી અવિરત જાળવી રાખવાની આશા રાખે છે.


આ પણ વાંચો:IAS પંકજ જોશી: પ્રજાકીય આકાંક્ષાનું સરકારી નીતિઓ સાથે સમન્વય સાધવામાં કાબેલ

આ પણ વાંચો:વન સ્કૂલ, વન ગ્રાઉન્ડ: IAS ગાર્ગી જૈનની નવી પહેલ

આ પણ વાંચો:તેલંગણાના વતની, પણ ગુજરાતને બીજું ઘર બનાવતા IAS Officer શ્રીનિવાસ કટિકિથાલા