MANTAVYA Vishesh/ વન સ્કૂલ, વન ગ્રાઉન્ડ: IAS ગાર્ગી જૈનની નવી પહેલ

અધિકારી તરીકે પ્રજા માટે કંઇક કરી છૂટવાની ભાવના જ અલગ હોય છેઃ IAS Gargi Jain

Mantavya Vishesh
માઇક્રોસોફ્ટથી કલેક્ટર સુધી: IAS Gargi Jainની પ્રેરણાદાયક સફર

IAS Gargi Jain: કોઈને પણ માઇક્રોસોફ્ટને નોકરી મળે પછી તે તેમાં જ આગળ વધે અને વધુને વધુ કમાણી કરવા પર ધ્યાન આપે, પણ હાલમાં છોટાઉદેપુરના કલેક્ટરનો હોદ્દો સંભાળતા રાજસ્થાનના ગાર્ગી જૈન (IAS Gargi Jain) જુદી જ માટીના હતા. માઇક્રોસોફ્ટની નોકરીમાં તેમને કીર્તિ અને કલદાર તો મળ્યા, પરંતુ આત્મસંતોષ ન મળ્યો. તેમને કશીક અધૂરપ અનુભવાતી હતી. તેમને લાગતું હતું કે સમાજને મારે કંઇક આપવું છે. બસ આના પગલે જ તેમણે યુપીએસસીમાં ઝંપલાવ્યુ. તેમા પહેલી વખત નિષ્ફળતા પણ મળી, પરંતુ પછી તે રેન્ક સાથે પાસ થયા.

IAS officer Gargi Jain

છોટાઉદેપુરમાં થયેલી નિમણૂકને સજા નહી તક માને છે IAS Gargi Jain

તેમની પહેલા કર્ણાટક કેડર હતી અને તેના પછી તેમને ગુજરાત કેડરમાં શિફ્ટ કરવામાં આવ્યા. વડોદરામાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે પ્રભાવશાળી કામગીરી પછી તેમને છોટાઉદેપુરના કલેક્ટર ગયા વર્ષે બનાવાયા. તેમનું માનવું છે કે છોટાઉદેપુર આદિવાસી જિલ્લો છે અને આદિવાસીઓ નૈસર્ગિક રીતે જ એથ્લીટ છે. તેમનું આ કુદરતી એથ્લેટિઝમ રમતગમત ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે. તેના કારણે IAS Gargi Jainએ છોટાઉદેપુરમાં વન સ્કૂલ, વન ગ્રાઉન્ડની પરિકલ્પના અમલમાં મૂકી છે. તળિયાના સ્તરથી જ રમતવીરોને તૈયાર કરવાનું આયોજન ધરાવે છે. તેઓ ગુજરાતના આદિવાસી જિલ્લાને સ્પોર્ટ્સ કેપિટલ બનાવવા માંગે છે. હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષા પર સરખું પ્રભુત્વ ધરાવતા ગાર્ગી જૈન ગુજરાતી બોલે ત્યારે તમે માની ન શકો કે તે રાજસ્થાની છે. સ્થાનિકો સાથે સંવાદન માટે સ્થાનિક ભાષા આવડવી જ જોઈએ એમ તે માને છે.

IAS officer Gargi Jain

આદિવાસી જિલ્લો પૂરા પાડશે વિશ્વસ્તરના રમતવીરો

તે સ્વીકારે છે કે હાલમાં સરકાર સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપી રહી છે અને કોમનવેલ્થ ગેમ્સ 2030માં યોજાવવાની છે ત્યારે સરકારના સ્પોર્ટ્સના વધેલા બજેટનો ફાયદો પણ તેમને મળી રહ્યો છે. તે મોટાપાયા પર છોટાઉદેપુરમાં મોટાપાયા પર સ્પોર્ટ્સ ફેસિલિટીઝનું પણ આયોજન ધરાવે છે. આદિવાસીઓની પ્રતિભાને નીખારવામાં આવે તો તે ફક્ત ગુજરાત જ નહીં દેશનું પણ નામ ઉજાળી શકે તેમ છે.

IAS officer Gargi Jain
IAS officer Gargi Jain

મહિલા કારકિર્દી અને ગૃહસ્થી બંને સારી રીતે સંભાળી શકે

તેઓ સ્પષ્ટપણે માને છે કે મહિલાઓ કારકિર્દીની સાથે ગૃહસ્થી બંને સારી રીતે સંભાળી શકે છે. તેમને ફક્ત તેમના જીવનસાથીનો સપોર્ટ મળે પચી તેમને કોઈ વાંધો આવતો નથી, તે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવીને વ્યવસાયિક અને કૌટુંબિક જીવન વચ્ચે સંતુલન સાધી શકે છે. પતિપત્નીની વચ્ચે પ્રેમની સાથે-સાથે પારસ્પરિક સમજની ભાવના પર પણ તે વધુ ભાર મૂકે છે.

IAS officer Gargi Jain

પછાત વિસ્તાર નથી હોતો, માનસિકતા હોય છે

ગાર્ગી જૈન (IAS Gargi Jain)ની છોટાઉદેપુરમાં નિમણૂક કરવામાં આવી તે પહેલાં તેઓ ડાયરેક્ટર ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ (સ્કીલ ડેવલપમેન્ટ મિશન) અને ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે મહત્વની ભૂમિકા સંભાળી ચૂક્યા છે. ઘણા લોકો પછાત જિલ્લામાં થયેલી નિમણૂકને સજા તરીકે જુએ છે, તેનાથી વિપરીત ગાર્ગી જૈન આ નિમણૂકને તેમને જિલ્લાનો વિકાસ કરવાની અને લોકોની સેવા કરવા મળેલી તક તરીકે જુએ છે. તેઓ કહે છે કે છોટાઉદેપુરને રાજ્યની વિકાસની ધારા સાથે જોડી શકાય છે. તેના આદિવાસીઓને રમતગમત ક્ષેત્રમાં કેળવવાની જરૂર છે.

IAS officer Gargi Jain

મહિલા અને સ્પોર્ટ્સના વિપરીત અભિગમનો સુમન્વય IAS Gargi Jain

સામાન્ય રીતે મહિલાને સ્પોર્ટ્સ અંગે ઓછુ વિચારતી હોય છે, તેને કલા અને નૃત્યમાં વધારે રસ હોય છે. પણ ગાર્ગી જૈન (IAS Gargi Jain) અલગ જ અભિગમ ધરાવે છે. તે પોતે પણ ફિટ રહેવામાં માને છે, આના માટે તેમનો દિવસ સવારે સાડા પાંચ વાગે જ શરૂ થઈ જાય છે. તે પહેલા દોઢ કલાક વ્યાયામ કરે છે. તે માને છે કે વ્યાયામ દરેકના જીવનનો મહત્વનો હિસ્સો હોવો જોઈએ. તે વ્યાયામને ફક્ત ફિટનેસ તરીકે લેતા નથી, તેને એક સંસ્કૃતિ તરીકે જુએ છે.

Tribal Areaમાં આદિવાસી જોડે ખભેખભા મિલાવી કામ કરવું પડે

આજે પોતે જે શિસ્તબદ્ધ અભિગમથી કામ કરી રહ્યા છે અને ઓફિસોમાં બેસવાના બદલે છોટાઉદેપુર જેવા જિલ્લામાં તળિયાના સ્તરેથી કામ કરી રહ્યા છે તથા સતત ફિલ્ડ વિઝિટ લઈને કામ કરી રહ્યા છે તેનું શ્રેય તેઓ વ્યાયામને આપે છે. વ્યાયામમાં પણ બાળકો દ્વારા જે રમતો રમવામાં આવે છે તેને તેઓ તેમના જીવનનો અભિન્ન અંગ માને છે. આજે વ્યાયામ ડાયાબિટીસ, બ્લડપ્રેશર સહિતના બીજા લાઇફસ્ટાઇલ રોગોથી દૂર રાખે છે. તેમનો દાવો છે કે છોટાઉદેપુરના આ જ જિલ્લાના કોઈ બાળકને ભવિષ્યમાં દેશનો ટોચનો રમતવીર બની શકે છે.


આ પણ વાંચો:તેલંગણાના વતની, પણ ગુજરાતને બીજું ઘર બનાવતા IAS Officer શ્રીનિવાસ કટિકિથાલા

આ પણ વાંચો:IAS અધિકારી રાજકુમારઃ બ્યૂરોક્રેસીમાં હોવા છતાં બ્યૂરોક્રેસી જેમને સ્પર્શી નથી

આ પણ વાંચો:આદિવાસીઓના વિકાસ માટે અગ્રેસર નર્મદા જિલ્લાના કલેક્ટર  IAS સંજય મોદી