MANTAVYA Vishesh/ મુસલમાનોએ કરેલા અત્યાચાર ભૂલવાના નથી, ભૂલ્યા તો ગયા સમજોઃ નીતિન પટેલ

ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (Nitin Patel) તેમની આગવી શૈલીમાં આગવી રીતે પક્ષની વિચારધારા મુજબની વાત કહેવા માટે જાણીતા છે….તેમની ફરીથી વિવાદ (Controversy) સર્જતું નિવેદન કર્યુ છે કે મુસલમાનોએ કરેલા અત્યાચાર ભૂલવાના નથી, ભૂલ્યા તો ગયા સમજો…. કડી તાલુકામાં સિંધી સમાજના કાર્યક્રમ વખતે બોલતા તેમણે આ વાત જણાવી હતી.

Mantavya Vishesh

ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (Nitin Patel) તેમની આગવી શૈલીમાં આગવી રીતે પક્ષની વિચારધારા મુજબની વાત કહેવા માટે જાણીતા છે….તેમની ફરીથી વિવાદ (Controversy) સર્જતું નિવેદન કર્યુ છે કે મુસલમાનોએ કરેલા અત્યાચાર ભૂલવાના નથી, ભૂલ્યા તો ગયા સમજો…. કડી તાલુકામાં સિંધી સમાજના કાર્યક્રમ વખતે બોલતા તેમણે આ વાત જણાવી હતી….

નીતિન પટેલે ગુજરાતની સાથે દેશમાં સિંધીઓના (Sindhi)  પ્રદાનને બિરદાવ્યું હતું અને જણાવ્યું હતું કે સિંધી સમાજે (Sindh Community) ભારતના ભાગલાના લીધે તેમનો સિંધ પ્રાંત ગુમાવવો પડ્યો છે…. પાકિસ્તાન (Pakistan) બનતા ત્યાં સિંધીઓ પર મુસલમાનોએ અનેક અત્યાચાર કર્યા હતા અને તેના લીધે લાખો સિંધીઓએ પોતાનું વતન સિંધ છોડીને ભારતને પોતાનું વતન બનાવ્યું હતું….

નીતિન પટેલે કે સિંધીઓને ચેતવતા કહ્યું હતું કે તેમના પર પાકિસ્તાનમાં મુસલમાનોએ કરેલા અત્યાચાર ભૂલવાના નથી, તેઓએ તેમની દરેક પેઢીને યાદ અપાવતા રહેવાનું છે કે તેમણે કેમ તેમનો સિંધ પ્રાંત અને પોતાનું વતન છોડવું પડ્યું….આ સિંધીઓ પાકિસ્તાનમાં મોટા ઉદ્યોગપતિ હતા, મોટા જમીનદારો હતા, મોટા ખેડૂતો હતા, રાજકીય આગેવાનો હતા, પણ તે બધું જ તેમણે ભાગલાના કારણે છોડવું પડ્યું હતું…. સિંધીઓની બહેન-દીકરીઓની આબરું લૂંટવામાં આવી, જબરદસ્તીથી ધર્માંતરણ કરાવવામાં આવ્યું, આ કાળો ઇતિહાસ સ્વાભાવિક રીતે કોઈપણ સિધી નહીં ભૂલે….

 

તેમણે જણાવ્યું હતું કે મુસ્લિમોના અત્યાચારોની વાત ફક્ત સિંધીઓ પૂરતી જ મર્યાદિત નથી, અગાઉ ભારતમાં પણ મુસ્લિમ રાજાઓના શાસનકાળ વખતે આ સ્થિતિ હતી….તેના કારણે કેટલાય જાણીતા હિન્દુ મંદિરોને તોડીને ત્યાં મસ્જિદ બનાવવામાં આવી હતી…. હવે તેને પરત લેવાની કાર્યવાહી ચાલી રહી છે….ઉત્તરપ્રદેશમાં સીએમ યોગી આદિત્યનાથ આ કામ સારી રીતે કરી રહ્યા છે. આવા જે જાણીતા હિંદુ ધર્મસ્થાનો છે તે પરત લેવામાં આવશે.

સિંધી સમાજે તેમા પણ મહત્વની ભૂમિકા ભજવી છે અને તે જાણે જ છે કે ભાજપના જ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી પોતે સિંધી હતા…. તે ભાગલા પડ્યા પછી પહેરેલા લૂગડે ભારત આવ્યા હતા. તેમણે અટલબિહારી વાજપેયી સાથે મળીને ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની સ્થાપના કરી હતી.  તેમણે ભાજપને વર્તમાન સ્થિતિએ પહોંચાડવામાં સિંહફાળો આપ્યો હતો….તે અત્યાચારોથી સારી રીતે વાકેફ હતા…તેમની આગેવાની હેઠળ રામમંદિર ચળવળ ચાલી અને સુષુપ્ત થઈ ગયેલી હિંદુ ચેતના જાગૃત થઈ…. તેમણે આખા દેશના હિંદુઓને મુસ્લિમોના અત્યાચારો સામે તથા શાસન પર તેમની અદ્રશ્ય પક્કડ સામે જાગૃત કર્યો…. આજે ભાજપ જે બધે જ સત્તા ભોગવે છે તેનું કારણ લાલકૃષ્ણ અડવાણીએ કરેલી મહેનત છે. આ બતાવે છે કે એક સિંધી શું કરી શકે છે….

ફક્ત ભાજપ જ નહીં હિંદુઓ પણ લાલકૃષ્ણ અડવાણી (Lalkrishna Advani) ના પ્રદાનને ક્યારેય નહીં ભૂલે…. અડવાણીજીએ ભારતીય રાજકારણની દિશા જ બદલી નાખી હતી… તેના કારણે વર્ણ,સંપ્રદાય અને જાતિ-જ્ઞાતિઓમાં વિભાજીત હિંદુઓ એકત્રિત થયા હતા… તેથી જે હિંદુઓનો (Hindu) કોઈ ભાવ પણ પૂછતું ન હતું આજે તેની ગણના થવા લાગી છે… હિંદુઓ પર થતાં અત્યાચારોને લઈને દેશ જાગૃત થવા લાગ્યો છે, પછી તે કાશ્મીર હોય કે કન્યાકુમારી હોય….આપણને કોઈની સામે ક્યાંય વાંધો નથી, આપણને કોઈનાથી તકલીફ પણ નથી, પણ કોઈ આપણને તકલીફ કરે તો આપણે પછી તેનો ઇલાજ કરવો રહ્યો…. સિંધી સમાજને ભારતમાં સામાજિકથી લઈ આર્થિક, રાજકીય તથા રાષ્ટ્રીય સ્તરે આપેલા પ્રદાનને જરા પણ અવગણી શકાય તેમ નથી….

તેમણે જણાવ્યું હતું કે સિંધી સમાજ પાકિસ્તાનથી પહેરેલા લૂગડે આવ્યો હોવા છતાં આજે પણ ક્યાં કોઈ સિંધી ભિખારી જોવા નહીં મળે, સિંધીઓ જબરદસ્ત મહેનતું છે…. પાક.ના અત્યાચારોથી ત્રાસીને આવેલા સિંધીઓને દેશના જુદા-જુદા શહેરોમાં વસ્યા હતા…. અમદાવાદમાં તેમના માટે અલગ જમીન સરદાર વલ્લભભાઈ પટેલે ફાળવી હતી અને આજે તે સ્થળ સરદાર નગર તરીકે ઓળખાય છે…. આ ઉપરાંત તેમને કચ્છમાં પણ જમીન આપવામાં આવી હતી, તેમણે જણાવ્યું હતું કે સિંધીઓ કંઈ હિન્દુઓથી અલગ નથી…. તેમના દેવતા ઝુલેલાલ હિંદુ દેવતા જ છે. સિંધીઓ હિંદુઓનો જ એક સંપ્રદાય છે….

તેમણે જણાવ્યું હતું કે આજે પણ મુસલમાનોને લગતો વિવાદ ગમે ત્યારે ગમે ત્યાં પ્રગટે છે…. હાલમાં મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબરનો વિવાદ ચાલે છે, પરંતુ દેવેન્દ્ર ફડનવીસ સક્ષમ સીએમ છે. તેઓ તેનો ઉકેલ લાવશે….

જો કે નીતિન પટેલ કંઈ આવું પહેલી જ વખત બોલ્યા છે તેવું નથી…. આ પહેલા પણ તેમણે જણાવ્યું હતું કે જે દિવસે ભારતમાં મુસ્લિમ વસ્તી બહુમતીમાં આવશે તે દિવસે બંધારણ, ન્યાય વ્યવસ્થા જેવું કશું જ નહીં હોય, બધુ જ કચરાટોપલી ભેગું થઈ જશે…. તેમના આ વિવાદાસ્પદ નિવેદન ફક્ત ગુજરાતમાં જ નહીં પણ રાષ્ટ્રીય સ્તરના અખબારોમાં અને ચેનલોમાં ચમક્યું હતું….

નીતિન પટેલના તડ અને ફડવાળા બોલ વિધાનસભાના પટલ પરથી લઈને જાહેર જીવનમાં પણ જાણીતા છે…. તેઓની વિપક્ષથી લઈને મીડિયા સુધીનાને જવાબ આપવાની આગવી શૈલી તેમની ખાસ લાક્ષણિકતા છે…. કદાચ કોઈને તેમનો આ અંદાજ ન ગમતો હોય, પરંતુ ગુજરાતની પ્રજાને અને શાસક પક્ષની વિચારધારાને તેમનો આ આગવો અંદાજ માફક આવી ગયો છે…. નીતિન પટેલ સત્તા પર હોય કે ન હોય, પરંતુ તેમણે તેમની આગવી શૈલી સાથે તેમણે ક્યારેય બાંધછોડ કરી નથી…


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું ચોંકાવનારૂં નિવેદન

આ પણ વાંચો: સરદાર સરોવર ડેમમાં કેટલુ પાણી છે જાણો શું કહ્યું નાયબ મુખ્યમંત્રીએ…

આ પણ વાંચો: લવ જેહાદ મામલે Dy. CM નીતિન પટેલે શું આપ્યું નિવેદન ?