Mahesana News: મહેસાણા(Mahesana)માં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ(Nitin Patel)નું ચોંકાવનારૂં નિવેદન સામે આવ્યું છે. કડી(Kadi)ના ડરણ ગામમાં દામોદર જીવરામ પટેલ નૂતન વિદ્યાલયના અમૃત મહોત્સવ અને નવા મકાનના જાહેર કાર્યક્રમમાં રાજકીય દલાલો અધિકારીઓ સાથે ઓળખાણ બનાવતા હોવાનું નિવેદન આપતા ખળભળાટ મચી ગયો છે.

ડરણ ગામે લોકપ્રસંગે પૂર્વ નાયબ સી.એમ.એ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, છેલ્લા 30 થી 35 વર્ષમાં પટેલ સમાજમાં ઘણી આર્થિક સમૃદ્ધિ આવી છે. કડી વિસ્તારમાં જમીનોની કિંમતો એક કરોડથી પાંચ કરોડ સુધી પહોંચી છે, જેના કારણે અમદાવાદ શહેરના બિલ્ડરો પણ આ બાજુ રોકાણ કરવાનું વિચારતા થયા છે. તેમણે રાજકીય દલાલો ભાજપનો સભ્ય, કાર્યકર કહી અધિકારીઓ સાથે ઓળખાણ અને સંબંધો બનાવે છે તેમ કહેતા વાતાવરણ ગરમાયું છે.
તેમણે કહ્યું કે, અધિકારીઓને હું ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, મારે મંત્રીઓ સાથે સંપર્કો છે કહી ઓળખાણ બનાવે છે. પૂર્વ મંત્રીએ પ્રસંગમાં કહ્યું કે, ગામનું એક એક ઘર એવું નહીં હોય જે મને ન ઓળખતું હોય. તમને કહી દઉં કે હું નવો હતો, કડી ન.પા.નો પ્રમુખ બન્યો ત્યારે ઘણા મને ઓળખતા નહતા, પણ તમે મને ધારાસભ્ય બનાવ્યો, આરોગ્ય મંત્રી, નાયબ મુખ્યમંત્રી તરીકે તમારી સેવા કરી, આ બધું તમારા આશિર્વાદથી.

તેમણે અધિકારીઓ પર નિશાન સાધતાં કહ્યું કે, ભાજપનો કાર્યકર કહી કેટલાય લાભો લીધા, ભાજપે ઘણાને સુખી કર્યા, સમૃદ્ધ કર્યા. તેમના આકરા પ્રહારોથી રાજકીય લાભ લેતા અધિકારીઓ ફફડી ઉઠ્યાં છે.
આ પણ વાંચો:વગર બીમારીએ દર્દીઓનું કર્યું ઓપરેશન! ખ્યાતી હોસ્પિટલ અંગે નીતિન પટેલનું મોટું નિવેદન આવ્યું સામે
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાસે જાદુ છે, તેઓ અજાતશત્રુ છેઃ નીતિન પટેલ
આ પણ વાંચો:પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતાઃ નીતિન પટેલ
