Not Set/ આરબીઆઇએ જાહેર કરી રૂ. 100 ની નવી નોટ, અહીં જાણો ખૂબીઓ અને સિક્યોરિટી ફીચર્સ

આરબીઆઇએ પોતાના કર્મચારીઓને 100 રૂપિયાની નવી નોટ વહેંચી છે. સ્ટેટ બેન્કની મુખ્ય શાખામાં પણ નવી નોટ મોકલવામાં આવી છે, પરંતુ ત્યાં કર્મચારીઓને વહેંચવામાં આવી નથી. સામાન્ય માણસોના હાથમાં આ નવી નોટ આવતા અઠવાડિયે મંગળવાર અથવા બુધવાર સુધીમાં આવશે. આ નવી નોટો આવ્યા બાદ જૂની નોટ પણ ચાલુ જ રહેશે. આરબીઆઇના સૂત્રોએ જણાવ્યું કે બુધવારે અહીંના […]

Top Stories India

આરબીઆઇએ પોતાના કર્મચારીઓને 100 રૂપિયાની નવી નોટ વહેંચી છે. સ્ટેટ બેન્કની મુખ્ય શાખામાં પણ નવી નોટ મોકલવામાં આવી છે, પરંતુ ત્યાં કર્મચારીઓને વહેંચવામાં આવી નથી. સામાન્ય માણસોના હાથમાં આ નવી નોટ આવતા અઠવાડિયે મંગળવાર અથવા બુધવાર સુધીમાં આવશે. આ નવી નોટો આવ્યા બાદ જૂની નોટ પણ ચાલુ જ રહેશે.

આરબીઆઇના સૂત્રોએ જણાવ્યું કે બુધવારે અહીંના કાર્યરત કર્મચારીઓને 100 ની નવી નોટોના બંડલ વહેંચવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુરુવારે એસબીઆઇની મુખ્ય શાખામાં નવી નોટો મોકલવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે આ નવી નોટોને એસબીઆઇની મુખ્ય શાખામાંથી અન્ય બેંકોમાં મોકલવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. ચેસ્ટ કરન્સી દ્વારા કઈ શાખામાં કેટલા રૂપિયા મોકલવામાં આવશે, એની યાદી તૈયાર કરી લેવામાં આવી છે.

લગભગ 800 કરોડ રૂપિયાની નવી કરન્સી આવી છે. નોટના પાછળના ભાગ પર યુનેસ્કો ની સ્મારક યાદીમાં સામેલ ગુજરાતના પાટણ સ્થિત રાણીની વાવ જોવા મળશે. આછા જાંબુડિયા રંગની બે ડઝનથી પણ વધારે સિક્યોરિટી ફીચર્સ છે.