Not Set/ કોંગ્રેસને વોટ ન આપો કહીને, શું માયાવતી ભાજપને આડકતરો સપોર્ટ કરી રહ્યા છે?

હરિયાણાનાં કુરુક્ષેત્રની રેલીને સંબોધિત કરતા બસપા સુપ્રિમો માયાવતીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેણે લોકોને કોંગ્રેસને મતદાન ન કરવા ખાસ અપીલ કરી. તો શું માયાવતી ભાજપને હિડન સપોર્ટ કરી રહી છે? આ સવાલ હવે તુરંત કાને પડે છે પરંતુ આ વાતમાં કોઇ સચ્ચાઇ નથી. તેણે કુરુક્ષેત્રની રેલીમાં સૌ પ્રથમ નમો નમો કરતા લોકોની છુટ્ટી […]

Top Stories India Politics

હરિયાણાનાં કુરુક્ષેત્રની રેલીને સંબોધિત કરતા બસપા સુપ્રિમો માયાવતીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેણે લોકોને કોંગ્રેસને મતદાન ન કરવા ખાસ અપીલ કરી. તો શું માયાવતી ભાજપને હિડન સપોર્ટ કરી રહી છે? આ સવાલ હવે તુરંત કાને પડે છે પરંતુ આ વાતમાં કોઇ સચ્ચાઇ નથી. તેણે કુરુક્ષેત્રની રેલીમાં સૌ પ્રથમ નમો નમો કરતા લોકોની છુટ્ટી કરવાની અપીલ કરી.

માયાવતીએ રેલીને સંબોધિત કરતા કહ્યુ કે, કોંગ્રેસ તેની ખોટી નીતિઓનાં કારણે સત્તાથી બહાર ફેંકાઇ ગઇ છે. જેના કારણે મારુ તમારુ કે કોઇનું ભલુ થયુ નથી. કોંગ્રેસે આરએસએસને કમજોર કરવાની જગ્યાએ અમારી પાર્ટીને કમજોર કરવાની રણનીતિ અપનાઇ છે. માયાવતીએ બાબા સાહેબને યાદ કરતા કહ્યુ કે, ડૉ.ભીમરાવ આંબેડકરને ભારત રત્ન કોંગ્રેસે આપ્યુ નથી. સાથે તેણે લોકોને કોંગ્રેસને વોટ ન કરવા અપીલ કરી. માયાવતીએ કોંગ્રેસ સાથે ભાજપને પાણી પીવડાવ્યુ અને તેણે કરેલા પાંચ વર્ષનાં કામોને જનતા સમક્ષ ગણાવ્યા.

માયાવતીએ કહ્યુ કે, PM મોદીએ છેલ્લા પાંચ વર્ષમાં શું કર્યુ તમે જાણો છો?, તેમની ખોટી નીતિઓનાં કારણે આજે દેશની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઇ છે. જુમલેબાજી અને નાટકબાજી વધુ સમય ન ચાલી શકે. ચોકીદાર જેટલી પણ તાકાત લગાવી દે હવે કશું થઇ શકે તેમ નથી. ઉદ્યોગપતિઓને મદદ કર્યા સિવાય ભાજપે આ પાંચ વર્ષમાં કશું જ કર્યુ નથી. નોટબંદી અને જીએસટીને ઉતાવળીયા નિર્ણયથી અમલમાં મુકાઇ, જેનુ પરીણામ દેશ હજુ ભોગવી રહ્યો છે.