Not Set/ વિવાદોથી ઘેરાયેલી રહેતી રાખી સાવંતને હવે પાકિસ્તાન પ્રેમ જાગ્યો, જાણો

હંમેશા વિવાદોથી મીડિયામાં છવાયેલી અને બોલિવુડની ડ્રામાં ક્વિન રાખી સાવંત સમયાંતરે કઇક એવુ કરે છે જેથી તે પ્રકાશમાં આવી જાય છે. ક્યારેક સ્વંયમવર તો ક્યારેક પોતાના આડેધડ આપેલા નિવેદનને કારણે ચર્ચામાં રહેતી રાખી સાવંતનો એક ફોટો તાજેતરમાં વાયરલ થયો છે. જેમા તે પાકિસ્તાનનાં ઝંડામાં પોઝ આપતી જોવા મળી રહી છે. વિવાદોથી હંમેશા પોતાને પ્રકાશમાં રાખવાની […]

Uncategorized

હંમેશા વિવાદોથી મીડિયામાં છવાયેલી અને બોલિવુડની ડ્રામાં ક્વિન રાખી સાવંત સમયાંતરે કઇક એવુ કરે છે જેથી તે પ્રકાશમાં આવી જાય છે. ક્યારેક સ્વંયમવર તો ક્યારેક પોતાના આડેધડ આપેલા નિવેદનને કારણે ચર્ચામાં રહેતી રાખી સાવંતનો એક ફોટો તાજેતરમાં વાયરલ થયો છે. જેમા તે પાકિસ્તાનનાં ઝંડામાં પોઝ આપતી જોવા મળી રહી છે. વિવાદોથી હંમેશા પોતાને પ્રકાશમાં રાખવાની ઇચ્છા રાખતી રાખીનો આ ફોટા તેણે કેમ પડાવ્યો તેના વિશે ખુદ રાખીએ જ જણાવ્યુ હતુ.

રાખી સાવંત પાકિસ્તાનનાં ઝંડાને લઇ એક સુંદર જગ્યાએ પોઝ આપતી જોવા મળે છે. આ ફોટોમાં જોઇ શકાય છે કે, રાખી એક નદી કિનારે સ્કર્ટમાં પાકિસ્તાની ઝંડાને પકડી પોઝ આપી રહી છે. જો કે આ ફોટોને શેયર કરવાની સાથે તેણે નીચે કોમેન્ટમાં લખ્યુ કે, ‘હુ મારા ભારતને પ્રેમ કરુ છુ પરંતુ ફિલ્મ ધારા 370માં આ મારો રોલ છે.

https://www.instagram.com/p/BxMf7c2FKRY/?utm_source=ig_web_copy_link

આ ફોટો સિવાય રાખીએ એક વીડિયો પણ શેયર કર્યો હતો. જેમા તેણે કહ્યુ કે, આ ફિલ્મ કાશ્મીરમાં ચાલી રહેલી સમસ્યાઓ પર આધારિત છે. તેણે કહ્યુ કે, હુ લોકોને જણાવવા માંગુ છુ કે, હુ આ ફિલ્મમાં એક પાકિસ્તાની છોકરીનો અભિનય કરી રહી છુ. સાથે તેણે કહ્યુ કે, પાકિસ્તાનનાં દરેક લોકો ખરાબ નથી હોતા, ઘણા લોકો છે જે દેશને બદનામ કરે છે.