Not Set/ દિલ્હીમાં કોરોના કહેર યથાવત, કેજરીવાલ આજે ફરી કરશે પ્રેસ કોન્ફરન્સ

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસની ગતિ હવે ઝડપથી વધી રહી છે. આ સંકટ વચ્ચે રાજ્યના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સોમવારે બપોરે 12 વાગ્યે મીડિયાને મળશે. દિલ્હીના મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ કરીને સતત ઘોષણા કરી રહ્યા છે. અમિત શાહે ગઈકાલે આપ્યું હતું નિવેદન   આપને જણાવી દઇએ કે રવિવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એક ઈન્ટરવ્યુમાં દિલ્હીની પરિસ્થિતિ […]

Uncategorized

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસની ગતિ હવે ઝડપથી વધી રહી છે. આ સંકટ વચ્ચે રાજ્યના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સોમવારે બપોરે 12 વાગ્યે મીડિયાને મળશે. દિલ્હીના મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ કરીને સતત ઘોષણા કરી રહ્યા છે.

અમિત શાહે ગઈકાલે આપ્યું હતું નિવેદન  

આપને જણાવી દઇએ કે રવિવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એક ઈન્ટરવ્યુમાં દિલ્હીની પરિસ્થિતિ વિશે વાત કરી હતી. આ દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગત જુલાઈ સુધી 5 લાખ કેસનું નિવેદન આપ્યું હતું, જેના કારણે દિલ્હીમાં ભયનું વાતાવરણ છવાયું હતું.

ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે આને કારણે કેન્દ્ર સરકારે દિલ્હી મુદ્દામાં સક્રિય થવું પડ્યું. હવે દિલ્હીમાં પરીક્ષણ ચાર ગણો વધ્યું છે, જ્યારે સતત ટ્રેસિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. અમિત શાહના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં હોસ્પિટલો, બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન સહિત ઘણી સમસ્યાઓનું નિદાન થયું ચુક્યું છે.

નવીનતમ માહિતી અનુસાર, હવે દિલ્હીમાં કોરોના વાયરસના કુલ 83077 કેસ છે. તેમાંથી લગભગ 27 હજાર કેસ સક્રિય છે, જ્યારે રાજધાનીમાં અત્યાર સુધીમાં 2623 લોકોનાં મોત નીપજ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.