મુંબઈ,
વર્ષ 2018 ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેટલું સારું છે એટલું ખરાબ પણ કહી શકાય છે કારણે આ વર્ષે બોલિવૂડના ઘણા સેલિબ્રિટીઝનાં લગ્ન થયા છે. તો બીજા ઘણા એવા પણ સેલિબ્રિટીઝ ઇન્ડસ્ટ્રીમાં છે કે જેમના દિલ તૂટ્યા, ડિવોર્સ થયા અને બ્રેકઅપ પણ થયા છે.
તો આવો તમને જણાવી દઈએ કે આ વર્ષે બોલિવૂડમાં કોનું બ્રેક અપ થયું છે…
આપને જણાવીએ કે વર્ષ 2018ના સૌથી આઘાતજનક બ્રેકઅપના સમાચાર છે સિંગર નેહા કક્કડ અને હિમાંશુ કોહલીના. આ ન્યુઝ નેહાએ સોશિઅલ મીડિયા પર આપ્યા હતા કે તેનું અને હિમાંશુનું બ્રેકઅપ થઇ ચુક્યું છે. નેહાએ તેના સોશિઅલ મીડિયા એકાઉન્ટ પરથી હિમાંશુને અનફોલો પણ કરી નાખ્યો છે. જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ બંનેએ ઇન્ડિયન આઇડોલનાં સ્ટેજ પર જણાવ્યું હતું કે તેઓ આગામી વર્ષો લગ્ન કરી શકે છે અને થોડા દિવસ પછી નેહા ક્ક્કડે તેના બ્રેકઅપના ન્યુઝ આપ્યા હતા. નેહા અને હિમાંશ 4 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. અચાનક જ તેમનાં બ્રેકઅપથી તેની પર્સનલની સાથે પ્રોફેશનલ લાઇફને પણ અસર થઇ રહી છે.

સોફિયા અને વ્લાદ, આ કપલ પણ એકબીજાથી અલગ થઇ ચુક્યું છે. આ કપલે વર્ષ 2017માં લગ્ન કર્યા હતા અને લગ્નના એક વર્ષની અંદર જ અલગ થઇ ગયા. જણાવીએ કે સોફિયાએ તેના પતિ પર ઘર હડપવાનો આરોપ લગાવી ઘરની બહાર કાઢી નાખ્યો હતો.

એક્ટર અર્જુન રામપાલ અને તેમની ધર્મપત્ની મેહર જેસિયાએ એકબીજાથી ડિવોર્સ લઇ રહ્યા છે.આ કપલની 20 વર્ષની મેરેજ લાઈફનો અંત આવ્યો છે. જો કે હાલ પણ તેમના ડિવોર્સની પ્રોસેસ ચાલી રહી છે. અર્જૂન રામપાલ હાલ વિદેશની મોડલ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સને ડેટ કરી રહ્યા છે.
વર્ષ 2009માં ટીવી એક્ટ્રેસ જૂહી પરમારી સચિન શ્રોફ સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના નવ વર્ષ પછી જૂહી તેના પતિ સચિનથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. તેઓ આ જ વર્ષે જાન્યુઆરીમાં તેઓ અલગ થયા અને તેમણે છુટાછેડા માટેની અરજી દાખલ કરી.

ક્રિકેટર હાર્દિક પંડ્યા અને એલી અવરામ પણ એકબીજાથી અલગ થઇ ચુક્યા છે. બંને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને આ વર્ષે તેમનું પણ બ્રેકઅપ થઇ ગયું છે. જણાવી દઈએ કે આ બંને વચ્ચે દુરી આવવાનું કારણ ઇશા ગુપ્તા અને હાર્દિકની વચ્ચે વધી રહેલ નિકટતા કહેવામાં આવી રહી છે.
